New Delhi : નવી દિલ્હી G20 સમિટની સફળતા અંગે કેબિનેટનો ઠરાવ

New Delhi : મંત્રીમંડળે 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય' થીમનાં વિવિધ પાસાંઓ સ્થાપિત કરવાનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વિઝનની પ્રશંસા કરી હતી.

by Akash Rajbhar
Cabinet resolution regarding the success of the G20 Summit in New Delhi

News Continuous Bureau | Mumbai 

New Delhi : કેન્દ્રીય મંત્રીમંડળે આજે તેની બેઠકમાં 9-10 સપ્ટેમ્બર,2023ના રોજ આયોજિત નવી દિલ્હી જી-20 સમિટની સફળતાને બિરદાવતો ઠરાવ પસાર કર્યો હતો.

મંત્રીમંડળે(Cabinet ministers) ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ થીમનાં વિવિધ પાસાંઓ સ્થાપિત કરવાનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં(PM Modi) વિઝનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીનો જન ભાગીદારી અભિગમ આપણા સમાજના વ્યાપક વર્ગને સામેલ કરતા જી -૨૦ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો. ૬૦ શહેરોમાં ૨૦૦થી વધુ બેઠકોએ જી ૨૦ ઇવેન્ટ્સ માટે અભૂતપૂર્વ પગલાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આના પરિણામે, ભારતીય જી-20 પ્રેસિડેન્સી ખરેખર લોકો-કેન્દ્રિત હતી અને એક રાષ્ટ્રીય પ્રયાસ તરીકે ઉભરી આવી હતી.

મંત્રીમંડળને લાગ્યું હતું કે સમિટના પરિણામો પરિવર્તનશીલ છે અને આગામી દાયકાઓમાં વૈશ્વિક વ્યવસ્થાને નવેસરથી આકાર આપવામાં પ્રદાન કરશે. ખાસ કરીને, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં સુધારો કરવા, ડિજિટલ જાહેર માળખાની સ્થાપનામાં, હરિયાળા વિકાસ કરારને પ્રોત્સાહન આપવા અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યોને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું નોંધપાત્ર હતું.મંત્રીમંડળે એ બાબતની પણ નોંધ લીધી હતી કે, અત્યારે જ્યારે પૂર્વ-પશ્ચિમનું ધ્રુવીકરણ મજબૂત હતું અને ઉત્તર-દક્ષિણનું વિભાજન ઊંડું હતું,

 ત્યારે પ્રધાનમંત્રીના પ્રયાસોએ એ સમયના સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ સર્વસંમતિ સર્જી હતી.

‘વોઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ’ શિખર સંમેલનનું આયોજન ભારતના પ્રમુખ પદનું એક અનોખું પાસું હતું. 

તે વિશેષ સંતોષની વાત છે કે ભારતની પહેલને કારણે આફ્રિકન યુનિયનને જી -૨૦ના કાયમી સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું.

આ સમાચાર પણ વાંચો : President Murmu : રાષ્ટ્રપતિએ વર્ચ્યુઅલ રીતે આયુષ્માન ભવ અભિયાનનો શુભારંભ કરાવ્યો

નવી દિલ્હી શિખર સંમેલને ભારતની સમકાલીન ટેકનોલોજી પ્રગતિની સાથે-સાથે આપણા વારસા, સંસ્કૃતિ અને પરંપરાઓના પ્રદર્શનનો અવસર પ્રદાન કર્યો હતો. 

જી20ના સભ્ય રાષ્ટ્રોના નેતાઓ અને પ્રતિનિધિઓ દ્વારા આની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને ઊર્જાવાન બનાવવી, વિકાસ માટે વધારે સંસાધનોની ઉપલબ્ધતા, પ્રવાસનનું વિસ્તરણ, 

કાર્યસ્થળની વૈશ્વિક તકો, બાજરીનાં ઉત્પાદન અને વપરાશ મારફતે ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવી અને 

જૈવ ઇંધણ પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા આ તમામ બાબતો જી20 સમિટનાં મુખ્ય પરિણામોમાં સામેલ છે, જે સંપૂર્ણ દેશને લાભદાયક નીવડશે.

સમિટ દરમિયાન ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર એગ્રીમેન્ટ અને ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સનું સમાપન પણ નોંધપાત્ર મહત્ત્વનું હતું.

કેન્દ્રીય મંત્રીમંડળે જી-20 શિખર સંમેલનની સફળતામાં સામેલ તમામ સંસ્થાઓ અને વ્યક્તિઓનાં પ્રદાનની પ્રશંસા કરી હતી. ભારતના લોકો, ખાસ કરીને યુવા પેઢીએ, તેને ઓળખી તેની પ્રવૃત્તિઓમાં જે ઉત્સાહથી ભાગ લીધો હતો. 

તેણે ભારતીય જી-20 પ્રેસિડેન્સીને વિશ્વમાં વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવાના દૃષ્ટિકોણથી મજબૂત દિશા આપવામાં

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને માન્યતા આપી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More