News Continuous Bureau | Mumbai
Jawan: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન આ દિવસોમાં ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તાજેતરમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા જીએ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર જવાન જોઈ હતી. મુનમુને પોસ્ટ શેર કરી અને લાંબું કેપ્શન લખ્યું, “જવાન માટે તાળીઓ! હું રડી, હું હસી, મેં ડાન્સ કર્યો અને હું સૌથી મોટી સ્મિત સાથે થિયેટરમાંથી બહાર આવી.”
મુનમુન દત્તા એ કર્યા જવાન ના વખાણ
આ ફિલ્મ ખૂબ જ શાનદાર હતી. અભિનેત્રીએ કહ્યું કે ‘શાહરૂખ હંમેશા મારો બાળપણનો ક્રશ, મારો હીરો રહેશે.જેને મેં વર્ષો સુધી પડદા પર મારો આદર્શ માન્યો છે અને તેની સાથે મળવાની અને તેની સાથે કામ કરવાની તક મળ્યા પછી હું ખાતરી કરી શકું છું કે તેના જેવું કોઈ નથી.’ તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે વખત ભાગ લીધો છે. તે પોતાની ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસના પ્રમોશન માટે શોમાં આવ્યો હતો. આ પછી, તે તેની બીજી ફિલ્મ હેપ્પી ન્યૂ યર માટેપણ તારક મહેતામાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
જવાન ની કમાણી
શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ અભિનીત ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અહેવાલો અનુસાર, ફિલ્મે તેની રિલીઝના માત્ર એક અઠવાડિયામાં વિશ્વભરમાં 621 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મની કુલ કમાણી 368 કરોડ રૂપિયા છે. જવાનનું નિર્માણ ગૌરી ખાને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 promo: રંગીન હશે બિગ બોસ 17 ની દુનિયા, સલમાન ખાનના શો ના પ્રોમો વીડિયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ ,જુઓ વિડીયો