Surat : વિકાસ દિવસ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન…

Surat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે ઓલપાડ તાલુકાના કરમલા ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસ દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી.

by Akash Rajbhar
Various programs organized by Nehru Yuva Kendra Surat on the occasion of Vikas Day.

News Continuous Bureau | Mumbai 

Surat : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા વિકાસ દિવસ(Vikas Day) 17 સપ્ટેમ્બર- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના(PM Modi) જન્મદિન નિમિતે ઓલપાડ તાલુકાના કરમલા ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસ દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત વૃક્ષારોપણ(tree plantation) કરવામાં આવ્યું તેમજ પ્રધાનમંત્રી શ્રીએ આપેલ પંચ પ્રણો પર શપથ પણ લેવામાં આવી.આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ સરકારશ્રીનો કાર્યક્રમ મેરી માટી, મેરા દેશ ફેઝ-2.0 જે અંતર્ગત ઓલપડ તાલુકામાં ઘરે-ઘરેથી માટી એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ગામોની અંદર ગ્રામજનોને શપથ દ્વારા આ કાર્યક્રમ વિશે જાગૃત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી હેમલતાબેન, ઉપસરપંચ, તમામ સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમો સુરત જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા સ્વયંસેવકો નિખિલ ભુવા અને મેહુલ દોંગા, જૈવિક રૈયાણી દ્વારા આયોજન કરવામાં આવ્યા હતાં.

આ સમાચાર પણ વાંચો : Multimedia Exhibition : “9વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ” પર તરણેતર મેળામાં પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More