News Continuous Bureau | Mumbai
Jawan nayanthara: એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.. આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં છે. ઉપરાંત, નયનતારા એ દર્શકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. અભિનેત્રીના શાનદાર અભિનયને જોયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી દિવસોમાં સાઉથના સ્ટાર્સને બોલિવૂડની ફિલ્મોમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. ‘જવાન’ની શાનદાર સફળતા વચ્ચે ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે નયનતારા અને ફિલ્મના નિર્દેશક એટલી વચ્ચે દીપિકા પાદુકોણ ને કારણે મતભેદ સર્જાયો છે.
જવાન માં પોતાના રોલ થી નાખુશ છે નયનતારા
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘જવાન’ રિલીઝ થયા બાદ નયનતારા ખુશ નથી. રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘તે એટલીથી ખૂબ જ ગુસ્સે હતી કારણ કે ફિલ્મમાં તેનો રોલ કાપવામાં આવ્યો હતો. ઉપરાંત, દીપિકા પાદુકોણના પાત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું, તેમજ નયનતારાના પાત્રને મોટાભાગે સાઈડલાઈન કરવામાં આવ્યું હતું.’ ફિલ્મમાં દીપિકાના રોલને કેમિયો તરીકે વર્ણવવામાં આવ્યો છે, પરંતુ ઘણા લોકો માને છે કે વાસ્તવમાં એવું બન્યું ન હતું.રિપોર્ટ અનુસાર, ‘તે બિલકુલ કેમિયો નહોતો. જવાનને લગભગ શાહરૂખ-દીપિકાની ફિલ્મ જેવો લુક આપવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Dev anand: 100મા જન્મદિવસ પહેલા જ વેચાયો દેવ આનંદ નો ઐતિહાસિક બંગલો, અધધ આટલા કરોડમાં થયો સોદો
જવાન ની કોઈપણ ઇવેન્ટ માં નયનતારા એ હાજરી નહોતી આપી
નયનતારા સાઉથની ટોચની અભિનેત્રી છે અને તેથી તે જવાન સાથેના વર્તનથી ખુશ નહોતી. રિપોર્ટમાં એ પણ સંભવિત કારણ માનવામાં આવે છે કે આ કારણે તે ફિલ્મની રિલીઝ પહેલા કે પછી કોઈ પ્રમોશનમાં હાજરી નહોતી આપી. હાલમાં મુંબઈમાં યોજાયેલી જવાન ની સક્સેસ મીટમાં પણ નયનતારા હાજર ન હતી. જોકે, સૂત્રો સ્પષ્ટતા કરે છે કે વાસ્તવમાં આવું નથી. રિપોર્ટ અનુસાર, ‘નયનતારા ક્યારેય ફિલ્મી કાર્યક્રમોમાં નથી જતી. તેણી તેની ફિલ્મો માટે નો પ્રમોશન નીતિને અનુસરે છે કારણ કે તેણીને ભૂતકાળમાં ખરાબ અનુભવો થયા છે, જ્યારે તેણીનું ખોટું અવતરણ કરવામાં આવ્યું હતું. નયનથારા માને છે કે તેનું કામ અભિનય કરવાનું છે નહીં કે પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું.’