News Continuous Bureau | Mumbai
Raas Garba : કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ( cultural activities ) કચેરી, ગાંધીનગર ( Gandhinagar ) દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સુરત શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષા નવરાત્રી રાસ –ગરબા સ્પર્ધાનું ( Garba competition ) આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના માત્ર ભાઇઓ કે બહેનો તેમજ ભાઇઓ/બહેનોની મિશ્ર ટુકડી ભાગ લઇ શકશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. સાથે સંગીતકાર ૦૪ (ચાર) રાખી શકશે. ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલની સાથે રાખી તા.૩૦/૦૯/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂની સિવીલ કોર્ટ બિલ્ડીંગ, પ્રથમ માળ, નાનપુરા,સુરત. ખાતે જમા કરવાના રહેશે તેમ સુરત જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Ganeshotsav : સ્વચ્છતા હી સેવા… સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની જાગૃતિ ફેલાવતા સુરતના અનોખા ‘ટ્રી ગણેશા’, જુઓ તસવીરો..