News Continuous Bureau | Mumbai
India Canada Conflict: કેનેડા (Canada) એ ભારત (India) પર ખાલિસ્તાની આતંકવાદી (Khalistan Terrorist) હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar) ની હત્યાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાની આશંકા છે. તેથી, આ મામલે અમેરિકા (America) ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું છે કે અમેરિકા કેનેડાના આરોપોને લઈને અત્યંત ચિંતિત છે, તે તપાસને સંપૂર્ણ સમર્થન આપે છે અને તે ઈચ્છે છે કે દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે.
જેક સુલિવાને કહ્યું કે અમેરિકા કેનેડા અને ભારત બંનેના સંપર્કમાં છે. તેમણે એવા દાવાઓને ફગાવી દીધા હતા કે નિજ્જર હત્યાને લઈને યુએસ અને કેનેડા વચ્ચે મતભેદ હતા. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું, ‘હું સખત રીતે નકારું છું કે અમેરિકા અને કેનેડા વચ્ચે તિરાડ છે. અમે (કેનેડિયનના) આરોપો વિશે ખૂબ જ ચિંતિત છીએ, અમે ઇચ્છીએ છીએ કે તપાસ આગળ વધે અને ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે. જ્યારથી આ મુદ્દો સાર્વજનિક બન્યો છે ત્યારથી અમેરિકા આ મુદ્દે ઊભું છે અને જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે બહાર નહીં આવે ત્યાં સુધી અડગ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Varanasi : પ્રધાનમંત્રી 23મી સપ્ટેમ્બરે વારાણસીની મુલાકાત લેશે…
ભારતને કોઈ “વિશેષ છૂટ” નહી
જેક સુલિવાને કહ્યું કે કેનેડામાં એક શીખ ‘અલગતાવાદી નેતા’ની હત્યા અંગેના કેનેડાના દાવાને પગલે યુએસ ઉચ્ચ સ્તરે ભારતીયોના સંપર્કમાં છે અને સરકાર આ મામલે ભારતને કોઈ “વિશેષ છૂટ” આપી રહી નથી.
ભારતે કેનેડાના આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે. ભારતે કેનેડાના વડાપ્રધાનના આરોપોને ‘વાહિયાત’ અને ‘પ્રેરિત’ ગણાવ્યા છે. ભારતે કેનેડા પર તેના દેશમાં ખાલિસ્તાનીઓને ખાતર અને પાણી આપવાનો આરોપ લગાવ્યો છે અને આ મુદ્દાને વાળવા માટે તે ભારત પર આવા મનઘડત આરોપો લગાવી રહ્યું છે.