News Continuous Bureau | Mumbai
Saryu Express Incident : ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) સરયૂ એક્સપ્રેસમાં લેડી કોન્સ્ટેબલ(lady constable) પર હુમલાનો મુખ્ય આરોપી પોલીસ(police) એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેના અન્ય બે સાથીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પુરા કલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને અનિસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.
ક્રોસ ફાયરિંગમાં પુરા કાલદનારનો એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયો હતો. સરયુ એક્સપ્રેસમાં ત્રણ આરોપીઓએ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી હતી, જ્યારે તેણે પ્રતિકાર કર્યો તો તેઓએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેના વધુ બે સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેની એન્કાઉન્ટર બાદ અયોધ્યાના ઇનાયતનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
Uttar Pradesh | Special DG law and order, Prashant Kumar says, “As per the information received from field officers, Anish, the prime accused of the incident of attack on a women constable onboard Saryu Express injured in an encounter with Police in Pura Kalandar, Ayodhya who…
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 22, 2023
આ સમાચાર પણ વાંચો : Asalfa Accident: મુંબઈના અસલ્ફા વિસ્તારમાં ભયાનક અકસ્માત! પુરપાટ ઝડપે આવતી કારે આટલા લોકોને ફંગોળ્યા.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..
લેડી કોન્સ્ટેબલની છેડતી કરવાનો પ્રયાસ
ઘટનાના દિવસે અનિસે લેડી કોન્સ્ટેબલની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલા કોન્સ્ટેબલે પ્રતિકાર કરી ગુનેગારને નીચે પછાડી દીધો હતો. ત્યારબાદ અનિસ અને તેના સાથીઓએ લેડી કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો હતો.
મહિલા કોન્સ્ટેબલનું માથું ટ્રેનની બારી સાથે અથડાતાં તેને ઈજા થઈ હતી. અયોધ્યા પહેલા જ્યારે ટ્રેન ધીમી પડી ત્યારે ત્રણેય બદમાશો ટ્રેનમાંથી કૂદીને નાસી છૂટ્યા હતા. ત્યારથી પોલીસ ત્રણેય આરોપીઓને શોધી રહી હતી.