News Continuous Bureau | Mumbai
Mumbai : ઈન્ટરનેટ પર એક વીડિયો (viral video) સામે આવ્યો છે, જેમાં બાઇક ચલાવતી એક યુવતી ( Woman Biker ) મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai traffic police) ઓફિસર સાથે દલીલ કરતી જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો મુંબઈ ના બાંદ્રા-વરલી સી લિંક (Bandra Worli Sea Link) પર 15 સપ્ટેમ્બરે બનેલી ઘટનાનો છે, જે હવે સામે આવ્યો છે. 26 વર્ષીય યુવતીને ટ્રાફિક પોલીસ અધિકારીઓએ બાંદ્રા-વરલી સી લિંક પર રોકી હતી. કારણ કે તે દરિયાઈ પુલ પર બાઈક ચલાવતી પકડાઇ હતી, જ્યાં બાઇક ચલાવવાની મંજૂરી નથી. યુવતી મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના જબલપુરની ( Jabalpur ) રહેવાસી છે અને તેના ભાઈને મળવા પુણે ગઈ હતી. તે વરલી સી લિંક જોવા માંગતી હતી, તેથી તે તેના ભાઈની મોટરસાયકલ લઈને મુંબઈ જતી હતી.
યુવતી શહેરના રસ્તાઓથી સંપૂર્ણપણે અજાણ હતી અને તેને કોઈ ખ્યાલ ન હતો કે સી લિંક પર ટુ-વ્હીલર્સને મંજૂરી નથી. જોકે, તેમણે સી લિંકના પ્રવેશદ્વાર પર લાગેલા સાઈનબોર્ડની પણ અવગણના કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુવતીએ બે પોલીસ કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો જેણે તેને ત્યાં રોકવાનો પ્રયાસ કર્યો.
આ સમાચાર પણ વાંચો : Mukesh ambani: પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા મુકેશ અંબાણી, દીકરી ઈશા ના બાળકો ને અપાવ્યા બાપ્પા ના આશીર્વાદ, જુઓ વિડીયો
જુઓ વિડિયો
26-year-old Nupur Patel was arrested by the police on September 15 for riding on her motorcycle — without a helmet — on the Bandra-Worli link ::: Rani Beti 😂😂verbally abused the cops when they asked for her license and the vehicle’s documents. pic.twitter.com/9B2xsGLie1
— H Sondh (@h_sondh) September 24, 2023
કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર
જ્યારે પોલીસ અધિકારીઓએ યુવતીને તેના લાયસન્સ અને વાહનના દસ્તાવેજો માટે પૂછ્યું, ત્યારે તેણે સહકાર આપવાનો ઇનકાર કર્યો. વધુમાં, જ્યારે પોલીસે તેને તેમની સાથે પોલીસ સ્ટેશન જવા કહ્યું, ત્યારે તેણે પિસ્તોલના આકારની વસ્તુ કાઢી અને પોલીસને કહ્યું કે તે ગોળી મારી શકે છે. જો કે, તે વસ્તુ સિગારેટ લાઇટર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે લાઈટર અને ટુ-વ્હીલર કબજે કરી યુવતીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તેના ભાઈને જાણ કરી.