Virat Kohli: વિરાટ કોહલી વર્લ્ડ કપ પછી વનડેથી થશે રિટાયર? આ સાથી ખેલાડીએ જણાવી અંદરની વાત.,, જાણો સંપુર્ણ મુદ્દો વિગતે.. 

Virat Kohli: વિરાટ કોહલી આ વર્લ્ડ કપ પછી વનડે ફોર્મેટને અલવિદા કહી શકે એવી ભવિષ્યવાણી એબી ડિવિલયર્સે કરી દીધી છે. તેણે કહ્યું કે ભારત તો ચેમ્પિયન બન્યું તો કોહલી રિટાયરમેન્ટ લેવાનો વિચાર કરશે.

by Akash Rajbhar
Will Virat Kohli announce his retirement after the World Cup? This teammate told the inside story.

News Continuous Bureau | Mumbai 

Virat Kohli: વિરાટ કોહલી (Virat Kohli)વર્લ્ડ કપ (World Cup) પછી વનડે ફોર્મેટને અલવિદા કહી શકે એવી ભવિષ્યવાણી એબી ડિવિલયર્સે (AB De Villiers) કરી દીધી છે. તેણે કહ્યું કે ભારત તો ચેમ્પિયન બન્યું તો કોહલી રિટાયરમેન્ટ લેવાનો વિચાર કરશે. 2027 વર્લ્ડ કપમાં શું વિરાટ રમશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. પરંતુ મને લાગે છે કે આ વર્લ્ડ કપ જીત્યા પછી તે વનડે ફોર્મેટને અલવિદા કહી દે તો કોઈ નવાઈ નહીં હોય.

ડિવિલયર્સે દાવો કર્યો કે મને લાગે છે કોહલી કહેશે કે હું વનડેમાંથી નિવૃત્ત થઉં છું અને કેટલાક વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટ અને પછી IPL રમીશ. જોકે બીજી બાજુ વિરાટને અત્યારે સમયાંતર આરામ અપાયો છે એ સારો સ્ટેપ હોવાનું પણ જણાવ્યું હતું. જોકે આ અંગે વિરાટે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું માત્ર તેના ખાસ મિત્ર એબી ડિવિલયર્સની ધારણા છે.

આ સમાચાર પણ વાંચો : Shahnawaz Hussain : ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ.. જાણો હાલ કેવી છે તબિયત..

એશિયા કપ જીતમાં ભારતીય રન મશીને મહત્ત્વની ભૂમિકા ભજવી..

34 વર્ષીય ખેલાડીએ એશિયા કપમાં પાકિસ્તાન સામે રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી. ભારતની એશિયા કપ (Asia Cup) જીતમાં ભારતીય રન મશીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્રણ મેચની ઓસ્ટ્રેલિયા સીરીઝની પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો. ICC વર્લ્ડ કપ 2023 પહેલા કોહલી ભારતની અંતિમ 50 ઓવરની મેચમાં પુનરાગમન કરશે. બીજી તરફ, દરેક વ્યક્તિ એ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે કે શું ભારત પોતાના ઘરમાં વર્લ્ડ કપ જીતશે?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના દિવસો દરમિયાન કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) લોકરરૂમ શેર કર્યો હતો. ડીવિલિયર્સે 37 વર્ષની ઉંમરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 39 વર્ષીય ખેલાડીએ 2004 થી 2021 દરમિયાન 114 ટેસ્ટ, 228 ODI, 78 T20I અને 184 IPL મેચ રમી હતી. તેનો ભૂતપૂર્વ RCB સાથી ખેલાડી કોહલી 111 ટેસ્ટ, 280 રમી ચૂક્યો છે. ડીવિલિયર્સે કહ્યું- તે અવિશ્વસનીય સ્થિતિમાં છે અને માનસિક રીતે હજુ પણ તેવો જ છે. તેને સમયાંતરે આરામ આપવામાં આવ્યો છે, જે મારા મતે એક સારી રણનીતિ છે.

Join Our WhatsApp Community

You may also like