Mulund: ગુજરાતી અને મરાઠી વચ્ચે મુંબઈમાં ફરી વિવાદ શરુ! જાણો શું છે આ સમગ્ર મામલો….વાંચો વિગતે અહીં..

Controversy started again between Gujarati and Marathi in Mumbai.

News Continuous Bureau | Mumbai 

Mulund: મુલુંડ (Mulund) ના શિવસદન સોસાયટીમાં ગુજરાતી લોકો (Gujarati) એ સોસાયટીમાં મરાઠી માણસો (Marathi) ને ઘર કે ગાળો ન આપવાનો આગ્રહ રાખીને દાદાગીરી બતાવી છે. થોડા દિવસ પહેલા તૃપ્તિ નામની મરાઠી મહિલા તેના પતિ સાથે મુલંડના શિવસદન સોસાયટીમાં ઘર જોવા ગઈ હતી. તે સમયે મહિલાનો સોસાયટીના સભ્યો સાથે ઝઘડો થયો હતો. સોસાયટીના લોકો સાથે દલીલ વધતા સોસાયટીના મેમ્બરે મહિલાનો ફોન છીનવી લીધો હતો અને તેના પતિને માર માર્યો હતો. તૃપ્તિએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેની સાથે શું થયું તે વિડીયોમાં જણાવ્યું હતું.

શું છે સમગ્ર મામલો…

મહિલાના જણાવ્યા અનુસાર “હું મુલુંડ પશ્ચિમમાં શિવ સદન સોસાયટી (Shiv Sadan Society) માં ઘર જોવા ગઈ હતી. ત્યાંના સેક્રેટરીએ કહ્યું કે આ સોસાયટીમાં મરાઠી લોકોને ઘર કે ગાળા નથી આપતા. અમે કારણ પૂછ્યું તો તેઓ બોલચાલી પર આવ્યા. દલીલબાજી બાદ વિવાદ વધ્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે જો મરાઠી લોકોને રહેવા જગ્યા આપતા નથી. તો અમારે ક્યાં રહેવા જવાનું. શું અમારે ગુજરાતમાં જઈને રહેવું જોઈએ? આ સોસાયટીના લોકો અમને કહેશે કે ક્યાં રહેવું અને ક્યાં નહીં?”, તૃપ્તીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : રોશિબિના દેવીએ એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, વુશુમાં ભારતને સિલ્વર મેડલ.. જાણો ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા. વાંચો વિગતે અહીં..

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે “અમારી સોસાયટીમાં દલીલ થઈ હતી. જ્યારે આ બધું રસ્તા પર થઈ રહ્યું હતું ત્યારે હું શૂટિંગ કરી રહી હતી. તેઓએ મારો ફોન છીનવી લીધો. મને માર માર્યો હતો, મારા પતિને પણ માર માર્યો હતો. સોસાયટીના લોકોએ મારા પતિના ચશ્મા તોડી નાખ્યા હતા.તે દરમિયાન આજુબાજુના બે-ત્રણ લોકો મારા પતિના મદદે આવ્યા હતા, પણ એક પણ મરાઠી વ્યક્તિ મારી મદદે આવ્યો નહીં. તેવો અફસોસ તૃપ્તીએ વ્યક્ત કર્યો હતો.