News Continuous Bureau | Mumbai
IND vs AFG: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 9મી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. દિલ્હીમાં(Delhi) રમાયેલી આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી. રોહિતે મેચ બાદ ભારતની જીત પર પ્રતિક્રિયા આપી હતી. તેણે દિલ્હીની પીચ અને સદી વિશે પણ વાત કરી. રોહિતે કહ્યું કે ક્યારેક હું બોલના હિસાબે શોટ રમું છું અને તેના માટે પહેલેથી જ તૈયાર છું. રોહિતે કહ્યું કે સદી ફટકાર્યા બાદ તે ખુશ છે.
દિલ્હીમાં જીત બાદ રોહિતે કહ્યું કે, પીચ બેટિંગ માટે સરળ હતી. હું જાણતો હતો કે વિકેટ આસાન બની જશે. હું ખુશ છું કે હું યોજનાને અનુસરવામાં સફળ રહ્યો અને સદી ફટકારી શક્યો. હું રેકોર્ડ વિશે વિચારતો નથી. મારું ધ્યાન ગુમાવવા માંગતો નથી. હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. ક્યારેક હું શોટ વિશે અગાઉથી વિચારું છું અને બોલ પ્રમાણે રમું છું. મારું એકમાત્ર કામ વિરોધી ટીમને દબાણમાં મૂકીને મારી ટીમને સારી સ્થિતિમાં લાવવાનું છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સુમુલના સુરત અને તાપી જિલ્લાના ૧૫૦ જેટલા પાર્લરો અને આઉટલેટ ઉપર એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે
અફઘાનિસ્તાને 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા…
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે માત્ર 35 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. રોહિતે 84 બોલનો સામનો કરીને 131 રન બનાવ્યા હતા. તેણે 16 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ઇશાન કિશન અડધી સદીથી ચૂકી ગયો હતો. તેણે 47 બોલમાં 47 રન બનાવ્યા હતા. ઈશાનની ઇનિંગ્સમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. વિરાટ કોહલી 55 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે અણનમ 25 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.
ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને 2 વિકેટ મળી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.
That 💯 feeling! 📸📸#TeamIndia | #INDvAFG | #MeninBlue | #CWC23 pic.twitter.com/AyMwCfBMmv
— BCCI (@BCCI) October 11, 2023
રોહિત શર્માએ નોંધાવ્યો રેકોર્ડ..
રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે મેદાન પર ઉતરવાની સાથે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. રોહિતે આ મેચમાં માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે આ દરમિયાન ચાર સિક્સ ફટકારી હતી. આ સાથે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. રોહિતની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 555 સિક્સ થઈ ચુકી છે. રોહિતે આ મામલામાં ક્રિસ ગેલને પાછળ છોડ્યો છે. ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 553 સિક્સ ફટકારી છે.
Milestones in plenty for Captain Rohit Sharma 🫡
👉Most sixes in international cricket 🙌
👉Most sixes in ODI World Cups for India 💥#CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/FEuJI0yTsW— BCCI (@BCCI) October 11, 2023
રોહિત શર્માએ પોતાની ઈનિંગ દરમિયાન વનડે વિશ્વકપમાં 1 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્માએ 19 ઈનિંગમાં વિશ્વકપમાં 1000 રન પૂરા કર્યા હતા. રોહિતે ડેવિડ વોર્નરની સાથે સંયુક્ત રીતે વિશ્વકપમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાના મામલે પ્રથમ સ્થાને આવી ગયો છે. રોહિત શર્માનો આ ત્રીજો વિશ્વકપ છે.