News Continuous Bureau | Mumbai
GST ઓથોરિટીએ ( GST Authority ) દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) પર રૂ. 36,844નો દંડ ( Penalty ) ફટકાર્યો છે. આજે LIC એ જણાવ્યું કે, GST ઓથોરિટીએ ટેક્સની ( tax ) ઓછી ચુકવણી માટે આ દંડ લગાવ્યો છે.
18ને બદલે 12 ટકા ચૂકવ્યા
LICએ એક નિયમનકારી ફાઇલિંગમાં ( regulatory filings ) જણાવ્યું હતું કે, વીમા કંપનીને જમ્મુ અને કાશ્મીર ( Jammu and Kashmir ) માટે વ્યાજ અને દંડની સાથે GST કલેક્શન ( GST Collection ) માટે સંદેશાવ્યવહાર/ ડિમાન્ડ ઓર્ડર મળ્યો છે. સ્ટેટ ટેક્સ ઓફિસર, શ્રીનગરની 9 ઑક્ટોબર, 2023ની નોટિસ અનુસાર, LICએ કેટલાક ઇન્વૉઇસ પર 18 ટકાને બદલે 12 ટકા GST ચૂકવ્યો હતો. GST ઓથોરિટીએ 2019-20 માટે ડિમાન્ડ ઓર્ડર કમ પેનલ્ટી નોટિસ જારી કરી છે, જેમાં લખ્યું છે – GST રૂ. 10,462, પેનલ્ટી રૂ. 20,000 અને વ્યાજ રૂ. 6,382. તેમણે કહ્યું કે, LICની નાણાકીય, ઓપરેશનલ અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ ભૌતિક અસર થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : Sugar export: ખાંડની નિકાસ પર લાગી શકે છે પ્રતિબંધ? આ કારણોસર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
આવકવેરા વિભાગે પણ LIC પર દંડ લગાવ્યો હતો
મીડિયા અહેવાલ અનુસાર, GST ઓથોરિટી તરફથી નોટિસ મળ્યા પહેલા આ જ મહિનામાં આવકવેરા વિભાગે પણ LIC પર રૂ. 84 કરોડનો દંડ લગાવ્યો હતો. આવકવેરા વિભાગે ત્રણ એસેસમેન્ટ વર્ષ માટે LIC પાસેથી 84 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, હવે એલઆઈસીએ આવકવેરા વિભાગ દ્વારા લગાવવામાં આવેલા દંડ સામે અપીલ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે LICએ માહિતી આપી હતી કે, આવકવેરા વિભાગે તેના પર આકારણી વર્ષ 2012-13 માટે રૂ.12.61 કરોડ, આકારણી વર્ષ 2018-19 માટે રૂ. 33.82 કરોડ અને આકારણી વર્ષ 2019-20 માટે રૂ. 37.58 કરોડનો દંડ ફટકાર્યો છે.
 
			         
			         
                                                        