News Continuous Bureau | Mumbai
Gaganyaan Mission: ચંદ્રયાન(moon) અને સૂર્ય મિશન પછી, હવે ભારતનું(India) ISRO ગગનયાનની પ્રથમ ઉડાન ચલાવવા માટે તૈયાર થયુ હતુ પણ હવામાનના કારણે આજે લોન્ટચિંગ પહેલા ગગનયાનનુું ટેસ્ટિંગ રોકવામાં આવ્યું છે. ગગનયાન મિશન 2025માં શરૂ કરવામાં આવશે. આ પહેલા ટેસ્ટ ફ્લાઈટ (TV-D1) 21 ઓક્ટોબરે લોન્ચ થવાની હતી પરંતુ તે થઈ શક્યું ન હતું. તે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવનાર હતું. આ પહેલું માનવસહિત મિશન હશે. જ્યારે કાઉન્ટડાઉન ચાલી રહ્યું હતું ત્યારે તે હોલ્ડ પર કરાયું હતું.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટના લોન્ચિંગને હોલ્ડ પર રાખવામાં આવ્યુ છે. ગગનયાન મિશન માટે ટેસ્ટ ફ્લાઈટ TV-D1 સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ સાવચેતીના પગલે ટેસ્ટિંગનો સમય 30 મિનિટ આગળ કર્યો હતો, જો કે ખરાબ હવામાનને કારણે ISROએ ગગનયાનનું પરિક્ષણ વધુ થોડા સમય માટે રોકવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : TRAI : TRAIના ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન મોબાઈલ નંબર પોર્ટેબિલિટી રેગ્યુલેશન્સ, 2023 પર ટિપ્પણીઓ મેળવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
આ મિશનનો સમય વધારીને 8.45 કર્યો…
ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે, પહેલા આ મિશન સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ પાછળથી કેટલાક કારણોસર અમારે તેના પ્રક્ષેપણનો સમય આગળ વધારવો પડ્યો અને અમે તેનો સમય વધારીને 8.45 કર્યો. આ હોવા છતાં, કમાન્ડ લોન્ચ કરતી વખતે, તેમાં સ્થાપિત કમ્પ્યુટરે અમને રોકેટ ઇગ્નીશન કરવાની મંજૂરી આપી ન હતી. રોકેટ સુરક્ષિત છે, ઇગ્નીશન ન થયા પછી અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ જેથી અમે તે કારણો શોધી શકીએ જેના કારણે આવું ન થઈ શક્યું.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગગનયાન મિશન રોકવાનું એક કારણ એ પણ હતું કે કદાચ વરસાદ અને વાદળોના કારણે આ કરવું પડ્યું હતું. આ એક ટેસ્ટ મિશન હતું. આ મિશન દ્વારા ભારત અંતરિક્ષમાં માનવ મોકલવાની યોજના પર કામ કરી રહ્યું હતું.
ISROનું ધ્યેય માનવીને ત્રણ દિવસ માટે ચંદ્ર પર મોકલવાનું અને પછી તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું છે. ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે.
#WATCH | Gaganyaan’s First Flight Test Vehicle Abort Mission-1 (TV-D1) launch on hold
ISRO chief S Somnath says, The lift-off attempt could not happen today…engine ignition has not happened in the nominal course, we need to find out what went wrong. The vehicle is safe, we… pic.twitter.com/wIosu113oT
— ANI (@ANI) October 21, 2023