News Continuous Bureau | Mumbai
Shiv Sena MLA Disqualification Case: મહારાષ્ટ્રમાં ( Maharashtra ) રાજકારણ હાલ ખુબ ચર્ચામાં છે, તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ( Devendra Fadnavis ) વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેવેન્દ્ર ફડણવીસ કહેતા જોવા મળે છે કે હું ફરી આવીશ…, જોકે આ વીડિયો 2019ની ચૂંટણી પહેલાનો છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી ( Chief Minister ) હતા, ત્યારે તેમણે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એક કવિતા વાંચી હતી અને કહ્યું હતું કે ‘હું ફરી આવીશ…’
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત મુખ્ય પ્રધાન થશે, એવી ચર્ચા ચાલી રહી હતી. ભાજપના ઓફિશિયલ એક્સ પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ બે કલાકની અંદર આ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો. હવે ખુદ ફડણવીસે આ વીડિયો બાબતે સ્પષ્ટતા આપી છે.
ફડણવીસે જણાવ્યું હતું કે હું સીએમ એકનાથ શિંદેની ( CM Eknath Shinde ) સાથે જ છું. તેઓ એક સારા મુખ્ય પ્રધાન છે. તેમના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રનો વિકાસ કરવામાં હું મારી પૂરી તાકાત લગાવી દઈશ. જો કોઈને સત્તામાં આવવું હોય તો તે આ રીતે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને થોડી જ આવશે, એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ લોકલની આ લાઈનની સેવા ખોરવાઈ.. લોકલ સેવા ખોરવાતા મુસાફરોને ભારે હાલાકી. .. જાણો વિગતે..
એકનાથ શિંદે તેમનો કાર્યકાળ પૂરો કરશે….
અમે તમામ કાયદાકીય પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને સરકાર બનાવી છે. તેથી ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગતું નથી. જો કે, જો આવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તો અમે વિધાન પરિષદમાંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પસંદ કરીશું અને તેમના નેતૃત્વમાં સરકાર બનાવીશું, “નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જાહેરાત કરી હતી.
ફડણવીસે આગળ તેમના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમનો કાર્યકાળ પૂરો કરશે. પૂર્ણ કાર્યકાળ અને તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થશે અને અમે બધા જ તેમના સાથે મજબૂતાઈથી ઊભા છીએ. એક વીડિયોને કારણે આવી અફવા અને વાતો ફેલાવવી એ સદંતર અયોગ્ય છે.