World Cup 2023: વર્લ્ડ કપ વચ્ચે સચિન તેંડુલકરનું મોટું સન્માન! વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટના સ્ટેચ્યુનું થયુ અનાવરણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત આ દિગ્ગજ રહ્યા હાજર.. જુઓ વિડીયો..વાંચો વિગતે..

World Cup 2023: ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ 2023 રમાઈ રહ્યો છે. ત્યારે 2 નવેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. આ પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું છે.

by NewsContinuous Bureau
World Cup 2023 Sachin Tendulkar's big honor during the World Cup! The statue of Master Blast was unveiled in Wankhede, this legend was present along with the Chief Minister of Maharashtra.. Watch the video…

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ભારતની યજમાનીમાં વર્લ્ડકપ (world cup) રમાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે બુધવારે ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે મેચ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમાવાની છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે આ મેચ પૂર્વે વાનખેડે સ્ટેડિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના સ્ટેચ્યુનું (Statue) અનાવરણ કરવામાં આવ્યું છે.

 

સચિન તેંડુલકરની પ્રતિમાનું વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકાની મેચના એક દિવસ પૂર્વે કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સચિન તેંડુલકર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde), બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ (Jay Shah), બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, એનસીપીના વડા અને બીસીસીઆઈ અને આઈસીસીના ભૂતપૂર્વ વડા શરદ પવાર (Sharad Pawar), એમસીએના પ્રમુખ અમોલ કાલે અને અન્ય લોકો સ્ટેચ્યુના અનાવરણના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રતિમા તેમના જીવનના 50 વર્ષને સમર્પિત છે. તમને જણાવી દઈએ કે સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો.

 

 

સચિન તેંડુલકર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, એનસીપીના વડા અને બીસીસીઆઈ અને આઈસીસીના ભૂતપૂર્વ વડા શરદ પવાર, એમસીએના પ્રમુખ અમોલ કાલે અને અન્ય લોકો સ્ટેચ્યુના અનાવરણના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સચિન તેંડુલકરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 200મી ટેસ્ટ મેચ આ જ મેદાન પર રમી હતી…

સચિન તેંડુલકરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે તેની 200મી ટેસ્ટ મેચ આ જ મેદાન પર રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઇનિંગ અને 126 રને જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ભારતીય ટીમે ધોનીની આગેવાનીમાં બીજો વર્લ્ડ કપ જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચો : New rules : નવો મહિના નવા ફેરફાર.. આજથી બદલાયા 4 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે…

નોંધનીય છે કે, ભારતીય ટીમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. જે તમામ મેચમાં વિજય થયો છે. જેના પગલે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે સચિન બીજો ભારતીય ક્રિકેટર છે જેની પ્રતિમા વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત છે. પ્રથમ દિગ્ગજ ક્રિકેટર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કર્નલ સી.કે.નાયડુ છે. તેમની ત્રણ જુદા જુદા સ્થળોએ – ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ, નાગપુરનું વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (વીસીએ) સ્ટેડિયમ અને આંધ્રપ્રદેશનું વાયએસઆર સ્ટેડિયમ ખાતે મૂર્તિઓ છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More