News Continuous Bureau | Mumbai
Gold smuggling In Mumbai: ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (DRI) મુંબઈ (Mumbai) માં વિદેશથી દાણચોરી ( smuggling ) કરાયેલું સોનું ( Gold ) લઈ જનારાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં 8.5 કરોડની કિંમતનું 13.7 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડીઆરઆઈએ આ મામલે મુંબઈ, પુણે અને વારાણસી એમ ત્રણ જગ્યાએ કાર્યવાહી હાથ ધરી છે.
ડીઆરઆઈ ( DRI ) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે ઓક્ટોબરમાં ડીઆરઆઈએ કાર્યવાહી કરી હતી જેમાં 11 લોકોની ધરપકડ કરી હતી. જેમાં DRIએ આરોપીના કબજામાંથી 31 કિલો 700 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત 19 કરોડ રૂપિયા હતી. વધુમાં, એ જ તપાસમાંથી, ડીઆરઆઈ મુંબઈની ટીમે પુણે નજીક બસમાં સોનાની દાણચોરી કરતા બે લોકોની ધરપકડ કરી હતી.
વ્યક્તિઓ વારાણસીથી ( Varanasi ) નાગપુર સોનું લઈ જઈ રહ્યા હતા…
આ મામલે 30 ઓક્ટોબરે સોનાની દાણચોરી કરનારાઓના કબજામાંથી પાંચ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. સાંગલી જિલ્લામાં એક આરોપીની સંડોવણી બહાર આવતાં જ 13 કિલો 700 ગ્રામ સોનુ જ્પ્ત કરાયું હતું, તેમ જ 31 ઓક્ટોબરે આરોપીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Shaheen Afridi on Top : પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ વર્લ્ડ કપ 2023ની મધ્યમાં રચ્યો ઈતિહાસ, પહેલીવાર ODI ક્રિકેટમાં બનાવ્યો આ રેકોર્ડ.. જાણો વિગતે..
ડીઆરઆઈના અધિકારીઓને આ મામલામાં તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે બે વ્યક્તિઓ વારાણસીથી નાગપુર સોનું લઈ જઈ રહ્યા હતા. આ માહિતી મળતા જ વારાણસીમાં ડીઆરઆઈની સ્થાનિક ટીમની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી અને આઠ કિલો 700 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં સોનું નાગપુર લઈ જવાનો પ્રયાસ કરી રહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. DRIએ આ કેસમાં હાલ 13 કિલો 700 ગ્રામ સાથે મુંબઈમાંથી ત્રણ અને વારાણસીમાંથી બે લોકોની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.