News Continuous Bureau | Mumbai
Urfi javed: બિગ બોસ ઓટિટિ ફેમ ઉર્ફી જાવેદ હંમેશા તેની અતરંગી ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફી એક ફેક વીડિયો બનાવવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હાલમાં જ ઉર્ફી જાવેદ નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બે મહિલા પોલીસ કર્મચારી તેની ધરપકડ કરતી જોવા મળી હતી. આ વિડીયો વાયરલ થાય બાદ મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જે નકલી મહિલા પોલીસ બની હતી તે તમામ ની વિરુદ્ધમાં આઇપીસી ની અલગ અલગ ધારાઓ લગાડવામાં આવી છે. તેમજ ઉર્ફી જાવેદ વિરૃદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉર્ફી જાવેદ ના ફેક વિડીયો પર પોલીસ ની કાર્યવાહી
ઉર્ફી જાવેદ નો ફેક વિડીયો વાયરલ થાય બાદ મુંબઈ પોલીસે અભિનેત્રી ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ની છબી ખરાબ કરવા બદલ કેસ નોંધ્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું, ‘સસ્તી પ્રસિદ્ધિ માટે દેશના કાયદાનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં! મુંબઈ પોલીસ દ્વારા કથિત રીતે અશ્લીલતાના કેસમાં એક મહિલાની ધરપકડ કરવાનો વાયરલ વીડિયો સાચો નથી – ચિહ્ન અને યુનિફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું, ‘ઓશિવારા PSTNમાં નકલી વીડિયોમાં સામેલ લોકો વિરુદ્ધ કલમ 171, 419, 500, 34 IPC હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે.’ વધુ તપાસ ચાલી રહી છે, નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ ના વાયરલ વિડીયો માં જોવા મળ્યું હતું કે, ઉર્ફી ને ટૂંકા કપડાં પહેરવા બદલ મુંબઈ મહિલા પોલીસ તેની ધરપકડ કરીને કારમાં બેસાડી ને લઇ જાય છે. હવે આ ફેક વિડીયો બનાવવો ઉર્ફી ને ભારે પડ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Urfi javed: શું ખરેખર ઉર્ફી જાવેદ ની થઇ ધરપકડ?સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વિડીયો જોઈ લોકો ને થઇ અભિનેત્રી ની ચિંતા