News Continuous Bureau | Mumbai
Onion: દેશમાં હાલ દિવાળીના ( Diwali ) તહેવારની ઉજવણીનો માહોલ છે પરંતુ, આ વચ્ચે ડુંગળી લોકોને રડાવી રહી છે. અગાઉ ટામેટાંના ભાવમાં ભડકો થયો હતો. ત્યારે હવે ડુંગળીના ભાવમાં ( onion prices ) વધારો થયો છે. દેશના ઘણા વિસ્તારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ. 80ને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવની સાથે ખાવાની થાળીના ભાવ પણ વધી શકે છે.
ડુંગળીના ભાવમાં ભડકો
ઓકટોબરમાં ડુંગળીના ઊંચા ભાવને કારણે ખાદ્યપદાર્થોના ભાવ ( Food prices ) નીચે આવી શક્યા ન હતા. ઓક્ટોબરના બીજા પખવાડિયામાં ડુંગળીની કિંમત પ્રતિ કિલો રૂ.34થી વધીને રૂ. 40 સુધી બોલાઈ હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બટાકા અને ટામેટાંના ભાવમાં ઘટાડાને કારણે શાકાહારી થાળીનો ભાવ ઘટીને રૂ.27.5 થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં પાંચ ટકા અને સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ એક ટકા ઓછો હતો.
આ સમાચાર પણ વાંચો : Demat Accounts: દેશમાં સતત વધી રહી છે ડીમેટ ખાતાઓની સંખ્યા, આંકડો 13.2 કરોડ સુધી પહોંચ્યો, જાણો શું છે કારણ?
રિપોર્ટ્સ અનુસાર, ટામેટાના ભાવમાં ( tomato prices ) 38 ટકા અને બટાકાના ભાવમાં 21 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જે સમગ્ર પરિસ્થિતિમાં સુધારો કરે છે. બીજી તરફ માંસાહારી થાળીની કિંમત પણ વાર્ષિક ધોરણે 7 ટકા ઘટીને રૂ. 58.4 થઈ છે અને સપ્ટેમ્બરની સરખામણીએ 3 ટકા ઓછી છે. એવું કહેવાય છે કે, સરકારના એલપીજી રાંધણ ગેસના ( LPG cooking gas ) ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરીને પ્રતિ સિલિન્ડર 953 રૂપિયા કરવાના નિર્ણયથી પણ પરિસ્થિતિમાં મદદ મળી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.