News Continuous Bureau | Mumbai
Shani Shingnapur: અહમદનગર ( Ahmednagar ) સ્થિત શનિશિંગણાપુરમાં શનિ ( Shanidev ) મહારાજને ચઢાવવામાં આવેલા તેલના કારણે શિંગણાપુરમાં ( shingnapur ) ભારે તેલનું નુકસાન થતું હતું. જે રીતે બાલાજી મંદિર તિરુપતિ બાલાજીમાં ચડાવવામાં આવતા વાળનું વેચાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે, તે જ રીતે હાલ ઘણા મંદિરો અને સામાજિક સંસ્થાઓએ પણ નુકસાનું પ્રમાણ ઘટાડ્યું છે અને કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ફૂલોમાંથી અત્તર, અગરબત્તી, ખાતર જેવી વસ્તુઓ બનાવીને સંબંધિત મંદિરોને આર્થિક ફાયદો કરાવ્યો છે. તે જ રીતે, શનિશિંગણાપુરમાં પણ વાર્ષિક હજારો લિટર તેલમાંથી ( oil ) સાબુ ( Soap ) , ગ્રીસ અને રસાયણો તૈયાર કરવામાં આવે છે, તેથી વિસ્તાર પ્રદૂષણથી મુક્ત તો થયુ; પરંતુ તેની સાથે મંદિરને દર વર્ષે કરોડો રૂપિયાની આવક ( Earning ) પણ થવા લાગી.
શનિશિંગણાપુર શનિ દેવનું પવિત્ર સ્થાન છે. રાજ્યમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ અહીં શનિ દેવના દર્શન માટે આવે છે. શનિ મહારાજને તેલ ચઢાવવાના રિવાજને કારણે શ્રદ્ધાળુઓ મોટી માત્રામાં અહીં શનિદેવ પર તેલ ચડાવે છે. દરમિયાન, શનિ મૂર્તિ પર વહેતા તેલનું શું થાય છે તે એક પ્રશ્ન છે. આ જ ચડાવેલ તેલમાંથી શનિ દેવસ્થાનને વર્ષે અઢી કરોડ રુપિયા મળે છે! તેમ આ વાર્ષિક આવક દિવસેને દિવસે વધી રહી છે. લગભગ 17 ટેન્કર (એક ટેન્કર વીસ હજાર લિટર) દ્વારા એક વર્ષમાં લગભગ 340 ટન તેલ એકઠું થાય છે. ગુજરાત રાજ્યમાં શુદ્ધ તેલની માંગ વધુ છે. તેમજ આ ચડાવામાં આવેલ તેલનો ઉપયોગ સાબુ, ગ્રીસ અને કેમિકલ કંપનીઓ માટે થાય છે.
હાલ શનિશીંગણાપુર દેવસ્થાનને નિર્માલ્ય તેલમાંથી વાર્ષિક 2.5 કરોડ રૂપિયા મળે છે…
વર્ષ 2000 સુધી અહીંની પનાસ કેનાલમાં ગંદકી વહેતી હતી. આટલા મોટા તેલના પ્રમાણને કારણે મંદિર વિસ્તાર અસ્વચ્છ હાલતમાં હતો. જો કે, આ વિસ્તારના એક યુવાન સીતારામ તુવારે તેના એમએસસી કોર્સમાં સંશોધન હાથ ધર્યું અને વહેતા તેલના રિસાયક્લિંગનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું હતું. તે બાદ પાણી અને તેલને એકસાથે અલગ કરવામાં આવ્યા હતા અને આ તેલને ખોરાક સિવાયના અન્ય ઉપયોગો માટે રિસાયકલ કરવામાં આવ્યું હતું. આથી શનિ દેવસ્થાનને આ વેડફાયેલા તેલમાંથી કરોડો રૂપિયાની આવક શરુ થઈ. તેમ જ આ તેલનું મહત્વ પણ વધ્યું. હાલ શનિશીંગણાપુર દેવસ્થાનને ચડાવેલ તેલમાંથી વાર્ષિક 2.5 કરોડ રૂપિયા મળે છે.
તમને ખબર છે શનિ મહારાજને તેલ કેમ પસંદ છે? પૌરાણિક કથાઓ અનુસાર, રામાયણ કાળમાં રાવણે પોતાની શક્તિઓના જોરે શનિદેવને પોતાના મહેલમાં કેદ કર્યા હતા. માતા સીતાના અપહરણ પછી જ્યારે ભગવાન રામના કહેવા પર હનુમાનજી તેમની શોધમાં લંકા પહોંચ્યા, ત્યારે તેમણે શનિદેવને રાવણના કેદમાં જોયા. શનિદેવની વિનંતી પર તેમણે શનિદેવને રાવણના કેદમાંથી મુક્ત કર્યા અને તેમને લંકાથી દૂર ફેંકી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Sea Link Accident : મુંબઈના બાન્દ્રા-વરલી સી લિન્ક પર ભીષણ અકસ્માત.. ત્રણનાં મરણ, આટલા લોકો થયા ઘાયલ.. જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં..
હનુમાનજીએ શનિદેવને આ રીતે ફેંકી દેતાં શનિદેવને ઘણી ઈજાઓ થઈ હતી. આવી સ્થિતિમાં તેમને રાહત આપવા માટે હનુમાનજીએ તેમના ઘા પર સરસવનું તેલ લગાવ્યું હતું. આમ કરવાથી તેમને પીડામાંથી ઘણી રાહત મળી અને શનિદેવ બજરંગબલી પર પ્રસન્ન થયા. સંકટ મોચન હનુમાનને સંકટાર્થનું બિરુદ આપીને તેમણે વરદાન આપ્યું કે ભવિષ્યમાં જે કોઈ પણ ભક્ત મને સરસવનું તેલ ચઢાવશે, તે હંમેશા તેમના પર કૃપા પામશે. ત્યારથી આજ સુધી શનિદેવને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે.
અગાઉ મુર્તિ પર ચડાવેલ તેલનું દેવસ્થાન 11 મહિના માટે ઊંચા દરે આ તેલના વેચાણ માટે ઓપન ટેન્ડર બહાર પાડતું હતું. જેમાં લગભગ દોઢ કરોડ સુધીની હરાજી થઈ હતી. વર્ષ 16-17માં એક કરોડ 65 લાખ રૂપિયા, 17-18માં બે કરોડ રૂપિયા, 18-19માં એક કરોડ 60 લાખ રૂપિયાની આવક થઈ હતી. જોકે, હવે દેવસ્થાન જાતે જ દર નક્કી કરી રૂ.માં ટેન્ડર આપી રહ્યું છે. હાલ મૂર્તિ પર રેડવામાં આવેલ તેલને પાઇપ દ્વારા સ્ટોરેજ ટાંકીમાં છોડવામાં આવે છે. ત્યાં પાણી અને તેલ અલગ કરી દર મહિને ટેન્કરો ભરવામાં આવે છે. અને તેને રિસાયકલીંગ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.