Don 3: શાહરુખ ખાને ડોન ની ભૂમિકા માટે ના પાડ્યા પછી રણવીર સિંહ ની ડોન 3 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી,જાણો તે એક્ટ્રેસ વિશે

Don 3: ફરહાન અખ્તરની ફિલ્મ ડોન 3 માં રણવીર સિંહ ની એન્ટ્રી બાદ તેને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જ્યારથી શાહરુખ ખાને આ ફિલ્મ માટે ના પડી છે ત્યારથી આ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી કોણ હશે તે વિશે ઘણા નામો સામે આવ્યા હતા. હવે આ ફિલ્મ માં પ્રિયંકા ચોર ની એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા છે.

by Zalak Parikh
priyanka chopra will play lead role in ranveer singh don 3

News Continuous Bureau | Mumbai 

Don 3: જ્યારથી ફરહાન અખ્તરે તેની ફિલ્મ ડોન 3 માં શાહરુખ ખાન ને જગ્યા એ રણવીર સિંહ ડોન ની ભૂમિકા ભજવશે તેવી જાહેરાત કરી ત્યારથી શાહરુખ ખાન ના ફેન્સ નારાજ છે. તેમજ ડોન 3 માં રણવીર સિંહ ની એન્ટ્રી થવાથી અભિનેતા ને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. ફરહાન અખ્તર ની ડોન 2 માં પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. હવે જ્યારથી શાહરુખ ખાન ની એક્ઝિટ ડોન 3 માંથી થઇ ત્ત્યારબાદ પ્રિયંકા ચોપરા ના ડોન 3 માં એન્ટ્રી ના સમાચાર વહેતા થયા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Sanjeev Kumar Death Anniversary: ગુજરાતી, હિન્દી, તમિલ, મરાઠી, તેલગુ, સિંધી, પંજાબી જેવી ભાષાની ફિલ્મોમાં કર્યુ કામ, પણ આ કારણે ના કર્યા લગ્ન- વાંચો વિગત

ડોન 3 માં થઇ પ્રિયંકા ચોપરા ની એન્ટ્રી 

ફરહાન અખ્તર ની ફિલ્મ ડોન 2 માં પ્રિયંકા ચોપરા શાહરુખ ખાન સાથે જોવા મળી હતી. આ ફીઉલ્મ સુપરહિટ રહી હતી. આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના ડેટિંગના સમાચાર પણ આવ્યા, જે પછી કિંગ ખાન અને અભિનેત્રી વચ્ચેના સંબંધોમાં અંતર વધતું ગયું. તે પછી બંને ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. હવે શાહરૂખ ખાને ડોન 3 માં કામ કરવાની ના પાડી દીધી છે. ત્યારબાદ અભિનેત્રી પ્રિયંકાએ એન્ટ્રી કરી છે. આ ફિલ્મ માટે સૌપ્રથમ કિયારા અડવાણી અને કૃતિ સેનનને રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More