News Continuous Bureau | Mumbai
Ananya pandey: દેશભર માં દિવાળી ની ઉજવણી ચાલુ છે. ગઈકાલે ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી હતી આ ખાસ અવસર પર બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે એ એક ઘર ખરીદ્યુ છે. અનન્યા પાંડે એ ધનતેરસ ના દિવસે તેના નવા ઘર ની પૂજા કરી હતી. જેની તસવીરો અભિનેત્રી એ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
અનન્યા પાંડે એ ખરીદ્યુ નવું ઘર
ધનતેરસ ના દિવસે અભિનેત્રી અનન્યા પાંડે એ પોતાના નવા ઘર ની પૂજા કરતો વિડીયો અને ફોટો શેર કર્યા હતા. આ તસવીર અને વિડીયો માં અભિનેત્રી અનન્યા પાંડે ગોલ્ડન અને પીળા રંગ ના આઉટફિટ માં ઘરની પૂજા કરતી જોવા મળી હતી. આ ટ્રેડિશનલ લુક માં અનન્યા ખુબજ સુંદર લાગી રહી હતી. નવા ઘર ની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
આ પોસ્ટની સાથે અનન્યા પાંડેએ ખૂબ જ ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું, ‘મારું પોતાનું ઘર!! નવી શરૂઆત માટે તમારા બધાના પ્રેમ અને સારા વાઇબની જરૂર છે.. ધનતેરસની શુભકામનાઓ.
આ સમાચાર પણ વાંચોઃ Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ