Aryan Khan: વર્લ્ડ કપ ની ફાઇનલ માં ભારત ની હાર બાદ ચાહકો ની સાથે સાથે શાહરુખ ખાન નો પરિવાર પણ થયો ઉદાસ, વિડીયો થયો વાયરલ

Aryan Khan: વર્લ્ડ કપ ની ફાઇનલ માં ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ માત્ર ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સ પણ નિરાશ થયા હતા.મેચ જોયા બાદ સ્ટાર્સ ઉદાસ ચહેરે સ્ટેડિયમ માંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
after india defeat in world cup final shahrukh khan son aryan and abram mood off

News Continuous Bureau | Mumbai

Aryan Khan: વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ હતી. આ મેચ જોવા બોલિવૂડ ના ઘણા સ્ટાર્સ સ્ટેડિયમ માં હાજર રહ્યા હતા.આ મેચ માં ભારત ની હાર થઇ હતી.ભારતીય ક્રિકેટ ટીમની હાર થી સામાન્ય માણસ થી લઇ ને બોલિવૂડ સેલેબ્સ પણ નિરાશ થયા હતા. આ દરમિયાન મેચ જોયા બાદ સ્ટેડિયમ માંથી બહાર નીકળતા સેલેબ્સ ના ઉદાસ ચહેરા જોવા મળ્યા હતા. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

 

શાહરુખ ખાન નો પરિવાર ઉદાસ જોવા મળ્યો 

વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ હતી આ મેચ જોવા શાહરુખ ખાન અને તેનો પૂરો પરિવાર પહોંચ્યો હતો. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાનના બંને લાડકા પુત્રો જોવા મળી રહ્યા છે. આ વીડિયો મેચ પુરી થયા બાદ નો છે. જેમાં શાહરુખ ખાન નો પરિવાર ઉદાસ ચહેરે સ્ટેડિયમ માંથી બહાર જોવા મળી રહ્યો છે.  

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ વાયરલ થઇ રહેલા વિડીયો માં શાહરૂખ ખાનના બંને પુત્ર આર્યન ખાન અને અબરામ કારમાં જતા જોવા મળે છે. બંને એકદમ ઉદાસ દેખાઈ રહ્યા છે. પાછળની સીટ પર બેઠેલો અબરામ ઉદાસ દેખાતો હતો. જ્યારે આર્યન ખાન ના ચહેરા પર નું નૂર પણ ગાયબ હતું. આર્યન ખાન ની પાછળ શનાયા કપૂર પણ ઉદાસ ચહેરે જોવા મળી હતી. આ દરમિયાન આર્યન ઉદાસી માં હાથ વડે ચહેરો ઢાંકતો જોવા મળ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: વર્લ્ડ કપ 2023 ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ફાઇનલ મેચ જોવા પહોંચેલા શાહરુખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે થયા કિંગ ખાન ના વખાણ, જુઓ વિડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More