News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કરણ 8 ચર્ચા માં છે. આ શો ના આગામી ગેસ્ટ તરીકે કાજોલ અને રાની મુખર્જી એન્ટ્રી કરશે. બધા જાણે છે કે કલોલ અને રાની બંને પિતરાઈ બહેનો છે. કાજોલ ના પિતા શોમુ મુખર્જી અને રાનીના પિતા રામ મુખર્જી એકબીજાના પિતરાઈ ભાઈઓ હતા. તેમ છતાં રાની અને કાજોલ એકબીજા સાથે બોલવાનું ટાળતા હતા.હવે રાની એ કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ માં તેના અને કાજોલ ના સંબંધ વિશે ખુલી ને વાત કરી છે.
રાની એ જણાવ્યો તેનો અને કાજોલ નો સંબંધ
કોફી વિથ કરણ ના રેપિડ ફાયર રાઉન્ડ માં કરણે રાની મુખર્જીને એક ખાસ સવાલ પૂછ્યો હતો. કરણ જોહરે રાનીને પૂછ્યું, ‘ઐશ્વર્યા કે કાજોલ, 2000ના દાયકામાં તમે કોની સાથે ઓછી વાતચીત કરી?’ તેના જવાબમાં રાની મુખર્જીએ કહ્યું, ‘કાજોલ દીદી.’ રાની એ કહ્યું કે વર્ષ 2000 માં તેને ઐશ્વર્યા રાય સાથે સૌથી વધુ વખત વાત કરી હતી. આ દરમિયાન રાની એ એ પણ જણાવ્યું કે, ‘કુછ કુછ હોતા હૈ’ના શૂટિંગ દરમિયાન કાજોલનું વલણ વિચિત્ર લાગતું હતું. પરંતુ આજે આ બંને વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. રાનીએ કહ્યું કે ભલે તેઓ એકબીજા સાથે વાતચીત કરતા ન હતા, પરંતુ તેના પિતા એકબીજાની ખૂબ નજીક હતા. જ્યારે બંનેએ તેમના પિતા ગુમાવ્યા, ત્યારે તેઓએ એકબીજાને ટેકો આપ્યો. આજે બંને વચ્ચે સારું બોન્ડિંગ છે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે કરણ જોહરે આ ચેટ શો દરમિયાન રાની અને કાજોલની સામે કહ્યું કે ‘ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના શૂટિંગ દરમિયાન કાજોલ અને રાનીએ એકબીજા સાથે બિલકુલ વાત કરી ન હતી.’
આ સમાચાર પણ વાંચોઃ Orry: ઓરી ને સેલેબ્રીટી સાથે ફોટો પાડવાના મળે છે અધધ આટલા રૂપિયા, સલમાન ખાન ને પણ જાણી ને લાગી નવાઈ