News Continuous Bureau | Mumbai
Russia : રશિયાના રાષ્ટ્રપતિ વ્લામિદીર પુતિને દેશની વસ્તી વધારવા અંગે દેશની મહિલાઓને એક વિચિત્ર અપીલ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ પુતિને કહ્યું છે કે મહિલાઓએ ઓછામાં ઓછા 8 બાળકોને જન્મ આપવો જોઈએ અને મોટા પરિવારોને આદર્શ બનાવવો જોઈએ.
આપણે યાદ રાખવું જોઇએ કે આપણી દાદી, પરદાદી અને નાનીના 7 કે 8 બાળકો કે પછી તેના કરતાં પણ વધુ બાળકો હતા.
પુતિનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રશિયાના યુક્રેન સાથેના યુદ્ધમાં 3 લાખ સૈનિકોએ ગુમાવ્યો જીવ છે.
રશિયાના રાષ્ટ્રપતિની મહિલાઓને 8 બાળકો પેદા કરવાની અપીલને પણ આ સાથે જોડવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat : ટી.બી હારેગા, દેશ જીતેગા, ૨૯ વર્ષીય હાર્દિકભાઇ રાઠોડે ટી.બી.ના રોગને પરાસ્ત કર્યો.