News Continuous Bureau | Mumbai
Animal: રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ એનિમલ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ ને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનય ના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ફિલ્મની ઉજવણીમાં થિયેટરમાં કેટલાક ચાહકો ફટાકડા ફોડવા લાગ્યા છે.તમને જણાવી દઈએ કે આ અગાઉ ટાઇગર 3 જોવા આવેલા ચાહકો એ થિયેટર માં ફટાકડા ફોડ્યા હતા.
એનિમલ જોવા આવેલા લોકો એ થિયેટર માં ફોડ્યા ફટાકડા
રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ ને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાંથી એકમાં જોઈ શકાય છે કે કેટલાક ફેન્સ રણબીરના લુકને ફોલો કરી રહ્યાં છે. બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે ફિલ્મ જોવા આવેલા દર્શકોએ થિયેટરોમાં જ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું છે.
Ranbir Kapoor Delhi Fans 🔥🔥 #RanbirKapoor #AnimalMovieReview pic.twitter.com/tHuX0hFQ0Q
— Sentinel (@KattarKapoor) December 1, 2023
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જયારે દર્શકો એ થિયેટરમાં ફટાકડા ના ફોડ્યા હોય. આ અગાઉ પણ ફિલ્મ ટાઇગર જોવા આવેલા સલમાન ખાન ના ચાહકો એ થિયેટરમાં ફટાકડા ફોડ્યા હતા. ત્યારબાદ તેમની વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Karan johar vs aditya chopra: કરણ જોહર અને આદિત્ય ચોપરા આવ્યા આમને સામને, એક જ દિવસે રિલીઝ થશે બંને ના પ્રોડક્શન ની આ ફિલ્મો