Jaya bachchan The archies: ધ આર્ચીઝ ની સ્ક્રીનિંગ માં ફરી પાપારાઝી પર નારાજ જોવા મળી જયા બચ્ચન, પૌત્ર ને સપોર્ટ કરવા આવેલી નાની એ આ રીતે લગાવી મીડિયા કર્મી ને ફટકાર

Jaya bachchan The archies:ગઈકાલે ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ નું સ્પેચીયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન બી ટાઉન ના ઘણા સેલેબ્રિટીઓએ હાજરી આપી હતી. આ સેલેબ્રિટીમાં જયા બચ્ચન પણ સામેલ હતી. જયા પોતાના પુત્ર અગસ્ત્ય નંદા ને સપોર્ટ કરવા આવી હતી. હવે પીઢ અભિનેત્રી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
the archies special premier jaya bachchan telling paparazzi dont shout

News Continuous Bureau | Mumbai

Jaya bachchan The archies: ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. ગઈકાલે આ ફિલ્મ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રીમિયર માં બી ટાઉન ની ઘણી સેલેબ્રીટી એ હાજરી આપી હતી. આ ફિલ્મ થી સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા ડેબ્યુ કરી રહ્યા છે. આ દરમિયાન સુહાના ને સપોર્ટ કરવા પૂરો ખાન પરિવાર હાજર રહ્યો હતો તો બીજી તરફ ખુશી કપૂર નો પણ પૂરો પરિવાર હાજર રહ્યો હતો. આ દરમિયાન અગસ્ત્ય નંદા ને સપોર્ટ કરવા નંદા પરિવાર અને બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો. આ પ્રીમિયર માં જયા બચ્ચને પણ હાજરી આપી હતી જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

 

જયા બચ્ચન થઇ પાપારાઝી પર નારાજ 

સોશિયલ મીડિયા પર ફિલ્મ ધ આર્ચીઝ ની ઇવેન્ટ ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યાં છે. આખા બચ્ચન પરિવારને એકસાથે જોઈને પાપારાઝી પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને દરેક ક્ષણને કેદ કરવા માંગતા હતા. આ દરમિયાન જયા બચ્ચન ટીના અંબાણી સાથે જોવા મળી હતી જયારે પાપારાઝી એ જયા બચ્ચન ના નામ ની બૂમો પાડવાનું સહેલું કર્યું ત્યારે જયા બચ્ચને પાપારાઝી ને કહ્યું ‘ડોન્ટ શાઉટ(રાડો નહીં પાડો)’ ત્યારબાદ જયા બચ્ચન હસી ને ફોટા ક્લિક કરાવતી જોવા મળી હતી.અભિનેત્રી નો આ વીડિયો વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


 તમને જણાવી દઈએ કે, ધ આર્ચીઝ ની પુરી ટિમ ને સપોર્ટ કરવા તેમના પરિવારજનો એ હાજરી આપી હતી. આ દરમિયાન શાહરુખ ખાન નો પૂરો પરિવાર, અમિતાભ બચ્ચન નો પૂરો પરિવાર તેમજ બોની કપૂર નો પૂરો પરિવાર હાજર રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ Hrithik roshan: ફિલ્મ ફાઈટર માંથી રિતિક રોશન નો લુક થયો જાહેર, આ દિવસે રિલીઝ થશે અભિનેતા ની ફિલ્મ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More