News Continuous Bureau | Mumbai
Pakistan : ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે.
વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી છે.
નોંધનિય છે કે, હંજલા 2016માં પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ થયા હતા.
આ સાથે વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં BSFના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું.
આ બંને હુમલામાં હંજાલા પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈનું આ સ્ટેશન બન્યું રેલવેનું મુખ્ય પાર્સલ હબ… માત્ર 9 મહિનામાં કરી આટલા કરોડની કમાણી.. જાણો વિગતે..