News Continuous Bureau | Mumbai
Shahrukh Akshay and Ajay: બોલિવૂડના સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. ફિલ્મો સિવાય ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ વિવિધ બ્રાન્ડ અને કંપનીઓની જાહેરાત કરીને સારી કમાણી કરે છે. દરમિયાન, તાજેતરમાં કિંગ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન એક પાન મસાલા એડમાં સાથે જોવા મળ્યા હતા, પોતાના ફેવરિટ સ્ટાર્સ ને પાન મસાલા ની એડ માં જોયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. જે બાદ અક્ષય કુમારે આ જાહેરાત માટે માફી પણ માંગી હતી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આ એડને લઈને ત્રણેય સ્ટાર્સ વિરુદ્ધ નોટિસ જારી કરવામાં આવી છે.
શાહરુખ, અક્ષય અને અજય ની મુશ્કેલી વધી
શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન માટે પાન મસાલા ની જાહેરાત કરવી ભારે પડી છે. વાત એમ છે કે, એક અરજદારે આ સુપરસ્ટાર્સ ને ઉચ્ચ સન્માન મળ્યા પછી પણ પાન મસાલા કંપનીઓની જાહેરાતો સામે કોર્ટ પાસે કાર્યવાહીની માંગ કરી છે. જે બાદ આ અરજી પર સુનાવણી કરતી વખતે અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચ દ્વારા આ ત્રણેય કલાકારો સામે નોટિસ જારી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો આ કેસની સુનાવણીની વાત કરીએ તો તેની આગામી સુનાવણી 9 મે, 2024ના રોજ થવાની છે. આ નોટિસ ને જોતા એવું લાગી રહ્યું છે કે,આ મામલે આ ત્રણેય સ્ટાર્સ ની મુશ્કેલી વધવાની છે.
King Khan looks dashing in the new #Vimal ad! #ShahRukhKhan
also featuring #AjayDevgn & #AkshayKumar pic.twitter.com/YjJ0t0cdSu
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) October 8, 2023
શું છે મામલો
એક વકીલે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અભિનેતાઓ વિરુદ્ધ અરજી દાખલ કરી છે જેઓ સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા ઉત્પાદનો અને સેવાઓની જાહેરાત અને સમર્થન કરે છે. જેના સંદર્ભમાં કોર્ટે ઓગસ્ટ 2023માં કેબિનેટ સચિવ, ચીફ કમિશનર અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને નોટિસ મોકલી હતી. અરજીના જવાબમાં, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી. આ પછી, ડેપ્યુટી સોલિસિટર જનરલ ના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરી છે.
આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan : 58 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ છે બોલીવુડનો કિંગ ખાન, ડીડીએલજે ફિલ્મમાં પહેરેલું એ જ ટી-શર્ટ થઇ ગયું ફિટ.. જણાવ્યું આ પાછળનું રહસ્ય.