Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન ને બદલે આ અભિનેત્રી સાથે જામી શકે છે કાર્તિક આર્યન ની જોડી, મેકર્સ કરી રહ્યા છે એક્ટ્રેસ ના નામ પર વિચાર

Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની જાહેરાત થઇ ગઈ છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ની લઈને એક અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં કાર્તિક આર્યન ની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.પરંતુ એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે આ ફિલ્મ માં એનિમલ ફેમ તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી થઇ શકે છે.

by Zalak Parikh
sara ali khan not signed bhool bhulaiyaa 3 triptii dimri may play role opposite kartik aaryan

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: અક્ષય કુમાર ની ભૂલ ભુલૈયા હિટ રહ્યા બાદ તેની સિક્વલ ભૂલ ભુલૈયા 2 રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મ માં કાર્તિક આર્યને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ હતી. હવે ચાહકો આ ફિલ્મ ના ત્રીજા ભાગ નીરાહ જોઈ રહ્યા છે. તાજેતરમાંજ એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભૂલ ભુલૈયા 3 આવતા વર્ષે દિવાળી ના અવસર પર રિલીઝ થશે. દરમિયાન,એવા સમાચાર છે કે કાર્તિક આર્યન તેની એક્સ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન સાથે ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’માં જોવા મળશે. પરંતુ કદાચ આ ફિલ્મ પણ સારા ના હાથમાંથી નીકળી શકે છે લેટેસ્ટ એહવાલ મુજબ ફિલ્મ માં એનિમલ ફેમ તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી થઇ શકે છે. 

આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan : 58 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ છે બોલીવુડનો કિંગ ખાન, ડીડીએલજે ફિલ્મમાં પહેરેલું એ જ ટી-શર્ટ થઇ ગયું ફિટ.. જણાવ્યું આ પાછળનું રહસ્ય.

સારા અલી ખાન ની જગ્યા એ તૃપ્તિ ડીમરી ભજવી શકે છે ભૂલ ભુલૈયા 3 માં મુખ્ય ભૂમિકા 

ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માટે સારા અલી ખાન ને પસંદ કરવામાં આવી છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ભૂલ ભુલૈયા 3 ફિલ્મની પ્રોડક્શન કંપની T-Series આ ફિલ્મની હિરોઈન માટે તૃપ્તિ ડિમરીના નામ પર પણ વિચાર કરી રહી છે. ફિલ્મ ‘એનિમલ’માં તેના બેજોડ અભિનય બાદ તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયાની ફેવરિટ હિરોઈન બની ગઈ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More