News Continuous Bureau | Mumbai
Lok Sabha election : આખરે ભારતીય જનતા પાર્ટી ( BJP ) એ ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓના ( Chief Minister ) નામની જાહેરાત કરી દીધી છે. મોહન યાદવને ( Mohan Yadav ) મધ્યપ્રદેશની બાગડોર સોંપવામાં આવી છે, જ્યારે વિષ્ણુ દેવ ( Vishnu Dev sai ) સાંઈ છત્તીસગઢના ( Chhattisgarh ) વડા રહેશે. જ્યારે, ભજનલાલ શર્મા ( Bhajanlal Sharma ) રાજસ્થાનના ( rajasthan ) સીએમ હશે. આ સાથે સત્તાધારી પાર્ટી ભાજપે લોકસભા ચૂંટણીને લઈને પોતાનો એજન્ડા પણ સ્પષ્ટ કરી દીધો છે.
આગામી વર્ષ 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીની અસર ભાજપે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી પદ માટે ફાઇનલ કરેલા નામોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવાની સાથે પાર્ટી 2024 માટે રાજકીય મેદાન પણ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત ભાજપ આ રાજ્યોમાં જાતિ સમીકરણ બનાવવા પર પણ નજર રાખી રહ્યું છે.
મોહન યાદવને કેમ બનાવવામાં આવ્યા MPના CM?
કોંગ્રેસ સતત ઓબીસીનો મુદ્દો ઉઠાવી રહી છે. આવી સ્થિતિમાં એક તરફ ભાજપે મધ્યપ્રદેશમાં મોહન યાદવને પ્રદેશ પ્રમુખ બનાવીને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી તરફ ઓબીસી મતો મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઓબીસી વોટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મોહન યાદવને આગળ કરીને ભાજપે હિન્દીભાષી રાજ્યોમાં લોકસભાની ચૂંટણી પહેલા એક શાનદાર રાજકીય પીચ તૈયાર કરી છે.
રાજસ્થાનમાં ભજનલાલ શર્માને કેમ કમાન મળી?
આ સાથે જ રાજસ્થાનમાં ભાજપે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીએ રાજ્યમાં બ્રાહ્મણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલમાં આંકડા મુજબ રાજસ્થાનમાં 89 ટકા હિંદુ વસ્તી છે. આમાં, અનુસૂચિત જાતિની વસ્તી 18 ટકા છે જ્યારે અનુસૂચિત જનજાતિની વસ્તી લગભગ 13 ટકા છે. બ્રાહ્મણોની વસ્તી લગભગ સાત ટકા છે. આવી સ્થિતિમાં ભાજપે ભજનલાલ શર્માને આગળ કરીને બ્રાહ્મણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. પોતાના મજબૂત મતદારો પર પોતાની પકડ જાળવી રાખવા ભાજપે બ્રાહ્મણ ચહેરાને આગળ ધપાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Market Wrap : ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી બજાર લપસ્યું; સેન્સેક્સ 377 પોઈન્ટ, નિફ્ટીમાં 20950નો કડાકો..
છત્તીસગઢમાં આદિવાસી મતદારો પર નજર
છત્તીસગઢમાં ભાજપે આદિવાસી મતદારો પર પોતાની પકડ મજબૂત કરવા માટે વિષ્ણુ દેવ સાંઈને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. છત્તીસગઢમાં આદિવાસી મતદારો નિર્ણાયક માનવામાં આવે છે. અહીં લગભગ એક તૃતીયાંશ વસ્તી આદિવાસી છે.
રાજ્યની 90 વિધાનસભા બેઠકોમાંથી 29 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય રાજ્યમાં લોકસભાની 11 બેઠકો છે. જેમાંથી 4 બેઠકો આદિવાસી સમુદાય માટે અનામત છે. આ સિવાય છત્તીસગઢમાં ભાજપ દ્વારા આદિવાસી સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવાના પગલાની અસર ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યો પર પણ પડશે, જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો વસે છે.