News Continuous Bureau | Mumbai
Mahadev Betting App: ઓનલાઈન સટ્ટાબાજીની એપ મહાદેવના મામલામાં ભારતીય એજન્સીઓને મોટી સફળતા મળી છે.
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તેના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે ભારતીય એજન્સીઓ દુબઈની સુરક્ષા એજન્સીઓ સાથે સંપર્ક જાળવી રહી છે.
આ કેસમાં રવિ ઉપ્પલ ઉપરાંત અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી છે. ઇન્ટરપોલે રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
દરમિયાન મહાદેવ એપના બીજા પ્રમોટર અને આરોપી સૌરભ ચંદ્રાકરની ધરપકડ માટે પણ પ્રયાસો ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે રવિ ઉપ્પલ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપીઓમાંનો એક છે. તેને ટૂંક સમયમાં દેશનિકાલ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : India vs South Africa 2nd T20 : દક્ષિણ આફ્રિકાએ બીજી T20 5 વિકેટે જીત, સિરીઝમાં ભારત સામે 1-0ની લીડ લીધી, આ નિયમ પ્રમાણે થયો વિજય..