News Continuous Bureau | Mumbai
Mumbai Fire : મુંબઈના બે મહત્ત્વના ટર્મિનસમાંથી એક એવા કુર્લા ( Kurla ) વિસ્તાર હેઠળના લોકમાન્ય તિલક ટર્મિનસ ( Lokmanya Tilak Terminus station ) સ્ટેશનમાં ભીષણ આગ ( Fire ) લાગી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પાસે આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં તે વેઈટિંગ હોલ સુધી પહોંચી ગઈ હતી. જોકે આગની આ ઘટનામાં ( Fire Accident ) હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે LTT સ્ટેશન મધ્ય રેલવે હેઠળ આવે છે.
જુઓ વિડીયો
Fire at Lokmanya Tilak Terminus #LTTFire #Mumbai @sohitmishra99 @Ashoke_Raj @rajtoday @RavindraAmbekar @NotMengele @richapintoi @Alka_Dhupkar @narendrabandabe @ashish_jadhao @RailMinIndia fire brigade have reached and doing the needful 🙏🏻 pic.twitter.com/5GUxubJYwg
— Praveen jha (@BombaykiAwaaz) December 13, 2023
LTT મુસાફરો ( passengers ) માટે ખૂબ જ ગીચ ટર્મિનસ છે.
જાણકારી મળતા જ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમની બે ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલ્વે સ્ટેશનના પરિસરમાં બુધવારે બપોરે એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે LTT સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર જન આહાર કેન્ટીનમાં બપોરે 2.45 વાગ્યે આગ લાગી હતી. આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.
#LTT station के platform number 1 पर लगी आग.
किसी गाड़ी के pantry में आग लगने की बात सामने आ रही है. #lokmanyatilakterminus #fire pic.twitter.com/xA1LZSh9as— Priya Pandey (@priyapandey1999) December 13, 2023
આ સમાચાર પણ વાંચો : Mohan Yadav: પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. મોહન યાદવને અભિનંદન આપ્યા
તમને જણાવી દઈએ કે મુંબઈથી ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની મેલ અને એક્સપ્રેસ ટ્રેનો લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)થી આવે છે અને ઉપડે છે. દેશના અન્ય રાજ્યોમાં જતી મોટાભાગની ટ્રેનો મુંબઈના બે ટર્મિનસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને LTTથી ઉપડે છે અને આવે છે. તેથી, CSMT અને LTT સ્ટેશનો પર હંમેશા લોકોની ભારે ભીડ જોવા મળે છે.