News Continuous Bureau | Mumbai
Mohammed Shami: ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.
આ સિવાય બેડમિન્ટન મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
રમત મંત્રાલયના સૂત્રો મુજબ BCCIએ શમીનું નામ સૂચીમાં સામેલ કરવા માટે વિશેષ આગ્રહ કર્યો છે.
આ પહેલા તેના નામે દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર માટે નોમિનેટ કરાયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ ન હતું.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીએ વનડે વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી, તેણે માત્ર સાત મેચમાં 24 વિકેટ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Madhya Pradesh: મુખ્યમંત્રી બનતાં જ આ બે વસ્તુઓથી ડિસ્ટર્બ થયાં CM મોહન યાદવ, પ્રથમ આદેશમાં જ મૂકી દીધો પ્રતિબંધ..
Join Our WhatsApp Community