News Continuous Bureau | Mumbai
Ram Mandir: અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે.
આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચશે.
દરમિયાન વિવિધ જગ્યાએથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યો છે.
11 જાન્યુઆરીથી અમદાવાદ-અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય ઇન્ડિગો એરલાઇન્સ કંપનીએ કર્યો છે.
આ ડાયરેક્ટ ફ્લાઇટથી માત્ર 1 કલાક 50 મિનિટમાં અમદાવાદથી અયોધ્યા પહોંચી શકાશે.
હાલ અયોધ્યાનું ભાડું 3,999 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 9.10 વાગે ઉપડશે. જ્યારે અયોધ્યાથી સવારે 11.30 વાગ્યે ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : Mohammed Shami: અર્જુન એવોર્ડની રેસમાં થઈ આ ખેલાડીની એન્ટ્રી, વર્લ્ડકપ 2023ના હીરો માટે ક્રિકેટ બોર્ડે કરી ખાસ ભલામણ..
Join Our WhatsApp Community