Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો

Animal OTT release: ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને લઈને એવા અપડેટ આવ્યા હતા કે ઓટિટિ પર ફિલ્મ નું અનકટ વર્ઝન રિલીઝ થશે પરંતુ હવે OTT પર ફિલ્મને લઈને કેટલીક સમસ્યાઓ છે.

by Zalak Parikh
film animal uncut version will not stream OTT due to this reason

News Continuous Bureau | Mumbai

Animal OTT release: ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થિયેટર બાદ હવે દર્શકો ફિલ્મ ની ઓટિટિ ની રાહ જોઈ રહ્યા છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ જાન્યુઆરી 2024 માં ઓટિટિ પર રિલીઝ થશે અને એ પણ અનકટ વર્ઝન  સાથે. પરંતુ હવે OTT પર તેની રિલીઝ પહેલા, ફિલ્મ વિશે કેટલાક સમાચાર સામે આવી રહ્યા છે, જેનાથી ચાહકો થોડા દુઃખી થઈ શકે છે. 

 

અનકટ વર્ઝન  સાથે રિલીઝ નહીં થાય એનિમલ 

થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે એનિમલનું અનકટ વર્ઝન નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે પરંતુ ફિલ્મને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મથી મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મ ‘એનિમલ’ હવે એ OTT પ્લેટફોર્મ ની શ્રેણીનો ભાગ બની ગઈ છે જે CBFC દ્વારા માન્ય ફિલ્મોને સ્ટ્રીમ કરે છે અને જે અનકટ વર્ઝન રિલીઝ નથી કરતી. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ થિયેટરમાં 3 કલાક 23 મિનિટ 21 સેકન્ડ નીબતાવવામાં આવી હતી, જ્યારે તેનો ઓરીજીનલ રનટાઇમ 3 કલાક 51 મિનિટ નો હતો અને તે નેટફ્લિક્સ પર 8 અઠવાડિયા પછી સ્ટ્રીમ થવાની સંભાવના હતી. જોકે અત્યાર સુધી, એનિમલ ના મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે ફિલ્મ કયા OTT પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મનો ડિજિટલ પાર્ટનર નેટફ્લિક્સ હોવાથી આશા છે કે ફિલ્મ નેટફ્લિક્સ પર જ સ્ટ્રીમ થશે.

આ સમાચાર પણ વાંચો : Ranbir Bobby and Rashmika: રણબીર કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના ને ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે કર્યું એવું કામ કે લોકો થઇ ગયા આશ્ચર્યચકિત, જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે CBFCએ ફિલ્મ ‘એનિમલ’ને ‘A’ સર્ટિફિકેટ આપતી વખતે 5-6 ફેરફારો સૂચવ્યા હતા, ત્યારબાદ ફિલ્મમાંથી લગભગ 28 મિનિટના સીન હટાવી દેવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

You may also like