News Continuous Bureau | Mumbai
Savitri Jindal: અંબાણી પરિવાર અને અદાણી પરિવાર ની સંપત્તિ ( Wealth ) સંદર્ભે હંમેશા ચર્ચા રહેતી હોય છે ત્યારે રિસર્ચમાં એક એવું નામ સામે આવ્યું છે જે સાંભળીને સર્વે કોઈ ચોકી ગયા છે. મીડિયામાં એવી માહિતી પ્રસારિત થઈ છે કે સાવિત્રી જીન્દલ એ ભારતની સૌથી ધનિક મહિલા ( richest woman ) છે. સાવિત્રી જિંદાલ પાસે કુલ 2075 અબજ રૂપિયા છે. માત્ર એક વર્ષમાં તેની આ સંપત્તિમાં લગભગ સાડા નવ અબજ ડોલરનો વધારો થયો છે. આ વધારાને જેવો તેવો વધારો સમજવાની જરૂર નથી કારણ કે મુકેશ અંબાણી પાસે 92 અબજ ડોલરની સંપત્તિ છે. ત્યારે તેની 10% કમાણી સાવિત્રી જીન્દલને એક વર્ષમાં થઈ ગઈ છે. હાલ ભારતની સૌથી ધનિકોની યાદીમાં ( rich list ) સાવિત્રી જીન્દલ પાંચમા ક્રમાંકે છે. આ બધા આંકડા બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ ( Bloomberg Billionaire Index ) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : BJP : આ તો મોટી ગડબડ છે : કોંગ્રેસ પાર્ટી એ ડોનેશન માટે જે લિંક બહાર પાડી તે ભાજપના સર્વર પર ગઈ.
ઉલ્લેખનીય છે કે સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપની ( Jindal Group ) ચેર પર્સન છે તેમજ જેએસડબલ્યુ ગ્રુપની ( JSW Group ) અનેક કંપનીઓ તેમની પાસે છે. તેને ચાર પુત્ર છે અને તમામ ઉદ્યોગપતિ છે.