Puja banerjee: દેવો કે દેવ મહાદેવ ફેમ અભિનેત્રી પૂજા બેનર્જી નો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, અભિનેત્રી ના લેટેસ્ટ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

Puja banerjee: 'દેવો કે દેવ મહાદેવ'માં પૂજા બેનર્જી એ પાર્વતીનું પાત્ર ભજવ્યું હતું. લોકો એ તેને પાર્વતી ના પાત્ર માં ખુબ પસંદ કરી હતી.હવે પૂજા બેનર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને યુઝર આશ્ચર્યચકિત થઈ ગયા છે.

by Zalak Parikh
puja banerjee latest bold video goes viral on internet

News Continuous Bureau | Mumbai

Puja banerjee: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પૂજા બેનર્જી ને સિરિયલ દેવો કે દેવ મહાદેવ માં પાર્વતી નું પાત્ર ભજવી ને ઘર ઘર માં ઓળખ મળી હતી. પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે કાઈ ને કઈ પોસ્ટ કરતી રહે છે.  હાલમાં જ અભિનેત્રી પૂજા બેનર્જી એ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. પૂજા બેનર્જીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. 

 

પૂજા બેનર્જી એ શેર કર્યો વિડીયો 

પૂજા બેનર્જી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.. પૂજા બેનર્જી નો આ વિડીયો તેના ફોટોશૂટ દરમિયાન નો છે. આ ફોટોશૂટ દરમિયાન પૂજા એ સિંગલ સ્ટ્રીપ બ્લાઉઝ અને ચોલીમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પૂજા નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)


તમને જણાવી દઈએ કે, પૂજા બેનર્જી એ ટીવી એક્ટર કુણાલ વર્મા સાથે વર્ષ 2020 માં લગ્ન કર્યા હતા. કુણાલ અને પૂજાને એક પુત્ર પણ છે. પૂજા હાલમાં સ્ક્રીનથી દૂર છે, પરંતુ તેણે ટીવી સહિત બંગાળી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી જોઈ દીકરા અબરામ ખાન નું આવું હતું રિએક્શન, કિંગ ખાને કર્યો ખુલાસો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More