Loksabha election 2024 Nana patekar: બીજેપી માટે આ શું કહી ગયો બોલિવૂડ અભિનેતા નાના પાટેકર! લોકસભા ચૂંટણી 2024 ને લઈને કરી આવી ભવિષ્ય વાણી, વિડીયો થયો વાયરલ

Loksabha election 2024 Nana patekar: બોલિવૂડ અભિનેતા નાના પાટેકરે લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભવિષ્ય વાણી કરી છે તેમજ તેમને બીજેપી વિશે પણ આવી વાત કહી છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

by Zalak Parikh
loksabha election 2024 bollywood actor nana patekar predict for bjp

News Continuous Bureau | Mumbai

Loksabha election 2024 Nana patekar: બોલિવૂડ અભિનેતા નાના પાટેકર પોતાના સ્પષ્ટ વક્તા માટે જાણીતો છે.હાલમાં અભિનેતા એક ફેન્સ ને થપ્પડ મારવાને કારણે ચર્ચામાં આવ્યો હતો હવે ફરી એક વાર નાના પાટેકર ચર્ચામાં આવ્યો છે. એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન નાના પાટેકરે લોકસભા ચૂંટણી ને લઈને ભવિષ્યવાણી કરી છે. 

 

નાના પાટેકરે કરી બીજેપી ને લઈને ભવિષ્ય વાણી 

એક ન્યુઝ ચેનલ ને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતા નાના પાટેકરે કહ્યું હતું કે, ‘જોઈ લેજો… કેવા મોટા પાયે ભાજપ આવશે. આપણી પાસે કોઈ વિકલ્પ નથી અને ઉત્તમ કામ થઈ રહ્યું છે. જો તેઓ 375 થી 400 બેઠકો આવશે તો મને આશ્ચર્ય નહીં થાય.”


એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024 માં એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. તમામ રાજકીય પક્ષો હવે ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : Anupama: શો ‘અનુપમા’ છોડવાની મુસ્કાન બામને એ કરી પુષ્ટિ, હવે આ અભિનેત્રી ભજવશે અનુપમા ની દીકરી પાખી ની ભૂમિકા

 

Join Our WhatsApp Community

You may also like