News Continuous Bureau | Mumbai
Modi Govt Selling Scrap : ભારતના સફળ ચંદ્રયાન-3 મિશનની ( Chandrayaan-3 mission ) કિંમત લગભગ 600 કરોડ રૂપિયા હતી. પરંતુ કેન્દ્ર સરકારે ( Central Govt ) ચંદ્રયાન મિશન પર ખર્ચેલા ફંડ કરતાં બમણા પૈસા માત્ર ભંગાર વેચીને ( Scrap Selling ) કમાવ્યા છે. કેન્દ્ર સરકારે જંક, જુની ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસ સાધનો અને જૂના વાહનો જેવી વસ્તુઓ વેચીને લગભગ 1200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં ભંગાર અને જંક વેચીને અંદાજે 1163 કરોડ રૂપિયાની કમાણી કરી છે. માત્ર 2023માં સરકારને ભંગારના વેચાણમાંથી રૂ. 557 કરોડની આવક થઈ છે. એમ આંતરિક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતીમાં જણાવ્યું હતું.
એક સરકારી અહેવાલ મુજબ ઓક્ટોબર 2021 થી કેન્દ્ર સરકારની કચેરીઓમાં ( Government offices ) 96 લાખ જેટલી જુની ફાઇલો ( old files ) નષ્ટ કરવામાં આવી છે. તે પહેલા દરેક ફાઈલોને કોમ્પ્યુટર પર અપલોડ કરી ઈ- ફાઈલ બનાવવામાં આવી છે. જુની ફાઈલો નષ્ટ કરવાથી સરકારી કચેરીઓમાં લગભગ 355 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી થઇ ગઈ છે. આને કારણે ઓફિસોમાં કોરિડોરની સફાઈ, મનોરંજન કેન્દ્રો તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ અને અન્ય હેતુ માટે તેનો ઉપયોગ થઇ શકે છે.
સરકારે આ વર્ષે ભંગાર વેચીને જે રૂ. 557 કરોડની કમાણી કરી: અહેવાલ…
સરકારે આ વર્ષે ભંગાર વેચીને જે રૂ. 557 કરોડની કમાણી કરી છે, તેમાંથી એકલા રેલવે મંત્રાલયને રૂ. 225 કરોડ મળ્યા છે. અન્ય વિભાગોમાં સંરક્ષણ મંત્રાલયને રૂ. 168 કરોડ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને રૂ. 56 કરોડ અને કોલસા મંત્રાલયને રૂ. 34 કરોડ મળ્યા હતા એવા અહેવાલમાં આંકડા સામે આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Firstcry IPO: આ કંપનીનો IPO આવતા પહેલા જ ટાટા ગ્રુપે લીધો આ દિગ્ગજ કંપનીમાંથી અલગ થવાનો નિર્ણય: અહેવાલ..
આ વર્ષે સ્ક્રેપ વેચીને અને જંક દૂર કરીને કુલ 164 લાખ ચોરસ ફૂટ જગ્યામાંથી, કોલસા મંત્રાલયમાં સૌથી વધુ 66 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયમાં 21 લાખ ચોરસ ફૂટ જગ્યા પણ ખાલી થઈ છે. આ પછી સંરક્ષણ મંત્રાલયમાં 19 લાખ ચોરસ ફૂટ જગ્યા મુકત થઈ છે.
આ વર્ષે લગભગ 24 લાખ જુની ફાઇલો નષ્ટ કરવામાં આવી છે. તેમાંથી વિદેશ મંત્રાલયે સૌથી વધુ જુની ફાઈલો નષ્ટ (3.9 લાખ ફાઈલો) કરી હતી. ત્યારબાદ મિલિટરી અફેર્સ ડિપાર્ટમેન્ટમાં 3.15 લાખ જુની ફાઈલો નષ્ટ કરવામાં આવી હતી. જેના કારણે સરકારી કચેરીમાં ઘણી જગ્યા ખાલી થઈ હતી.. તમામ જુની ફાઈલો નષ્ટ કરતા પહેલા તેનો રેકોર્ડ કોમ્પ્યુટરમાં સાચવામાં આવ્યો હતો. એવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી..