Kaun banega crorepati 15: અમિતાભ બચ્ચને ભીની આંખે કહ્યું કૌન બનેગા કરોડપતિ ને અલવિદા, વિડીયો જોઈ ચાહકો પણ થયા ભાવુક

Kaun banega crorepati 15:ગઈકાલે કૌન બનેગા કરોડપતિ 15 નો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો. આ દરમિયાન શો ના હોસ્ટ અમિતાભ બચ્ચન ભાવુક જોવા મળ્યા હતા. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
kaun banega crorepati 15 amitabh bachchan get emotional on show last episode

News Continuous Bureau | Mumbai

Kaun banega crorepati 15: જ્યારથી કૌન બનેગા કરોડપતિ શરૂ થયું છે ત્યારથી આ શો ની એક સીઝન છોડી ને અમિતાભ બચ્ચન શો ને  હોસ્ટ કરતા આવ્યા છે. આ શો સાથે અમિતાભ બચ્ચન નો એક ખાસ લગાવ છે. આ શો માં અમિતાભ બચ્ચન સ્પર્ધક સામે તેમની પર્સનલ લાઈફ ના પણ ખુલાસા કરતા હતા.હવે આ બધું આપણ ને નહીં જોવા મળે કેમકે સોની ટીવી પર પ્રસારિત થતો શો કૌન બનેગા કરોડપતિ બંધ થઇ ગયો છે. ગઈકાલે આ શો નો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો આ દરમિયાન અમિતાભ બચ્ચન ભાવુક જોવા મળ્યા હતા. 

 

કૌન બનેગા કરોડપતિ ના મંચ પર ભાવુક થયા અમિતાભ બચ્ચન 

કૌન બનેગા કરોડપતિ ની અત્યારસુધી 15 સીઝન આવી છે તેમાંથી એક સીઝન ને બાદ કરતા અમિતાભ બચ્ચને શો ની 14 સીઝન હોસ્ટ કરી છે. ગઈકાલે કૌન બનેગા કરોડપતિ ની 15 મી સીઝન નો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો.હવે આ શો નો પ્રોમો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અમિતાભ બચ્ચન ભીની આંખે શો ને અલવિદા કહી રહ્યા છે આ જોઈ ત્યાં હાજર રહેલા લોકો પણ ભાવુક થઇ ગયા હતા.


તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ ની શરૂઆત વર્ષ 2000 માં થઇ હતી. આ શો ની 14 સીઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે. જયારે કે કૌન બનેગા કરોડપતિ ની એક સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dhoom 4: યશરાજ ની ફ્રેન્ચાઇઝી ધૂમ 4 માં શાહરુખ ખાન ભજવશે ચોર ની ભૂમિકા! અભિષેક બચ્ચન ની જગ્યા એ આ સાઉથ સુપરસ્ટાર પહેરશે પોલીસ નો યુનિફોર્મ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More