Municipal Corporation : મુંબઈમાં વાયુ પ્રદુષણના નિમયોનું ઉલ્લંધન થતાં… બીએમસી આવી એકશનમાં.. આટલાથી વધુ બંધકામ સાઈટોને કામ બંધ કરવાની નોટીસ..

Municipal Corporation : મુંબઈમાં કાર્યરત તમામ બાંધકામ વ્યવસાયિકો, સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓએ પ્રદૂષણના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, અન્યથા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

by Bipin Mewada
Municipal Corporation Violation of air pollution norms in Mumbai.. BMC in such action.. Stop work notice to so many construction sites..

 News Continuous Bureau | Mumbai  

Municipal Corporation : મુંબઈ શહેરમાં વાયુ પ્રદૂષણ ( Air pollution ) ઘટાડવાના હેતુથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( BMC ) દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન ન કરવા બદલ લગભગ 2,955 બાંધકામ સ્થળોઓને ( construction sites ) નોટિસ આપવામાં આવી છે. જેમાં 603 બિલ્ડરોને ( builders ) કારણ બતાવો નોટિસ ( Notice ) ફટકારવામાં આવી છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકા પ્રશાસનનો દાવો છે કે 859 બાંધકામોને નિયમના પાલન ન કરતા કામ રોકવાની નોટિસ ફટકારવામાં આવી છે. તેથી, મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે મુંબઈમાં કાર્યરત તમામ ( Construction professionals ) બાંધકામ વ્યવસાયિકો, સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓએ ( Government institutions ) પ્રદૂષણના નિયમોનું ( pollution regulations ) ચુસ્તપણે પાલન કરવું જોઈએ, અન્યથા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

મિડીયા રિપોર્ટ અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને વહીવટદાર ડો. ઈકબાલ સિંહ ચહલના આદેશ પર મુંબઈને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ પૃષ્ઠભૂમિમાં, એડિશનલ કમિશનરે (પશ્ચિમ ઉપનગરો) ચીફ એન્જિનિયર (રસ્તા અને ટ્રાફિક) સાથે મળીને શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 ના રોજ ડી ડિવિઝનનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે ગ્રાન્ડ રોડ વિસ્તારમાં સ્લેટર માર્ગ પર M.E. ઈન્ફ્રા અને એનસી એન્ટરપ્રાઈઝ દ્વારા ચાલી રહેલા બાંધકામ દરમિયાન પ્રદુષણ નિયંત્રણ અંગે મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન થતું ન હોવાનું જાણવા મળ્યું હતું.

જો નિયમોનું પાલન નહી થશે, તો કાયદા હેઠળ કડક કાર્યવાહી થશે…

પ્રાપ્ત માહિતી અનુસાર જેમાં બાંધકામ સ્થળો પર બેરિકેડીંગનો અભાવ, સંતોષકારક સ્વચ્છતાનો અભાવ, રડારનો અભાવ સામેલ હતું. તેથી, આવા બાંધકામના સ્થળે બેરિકેડીંગ લગાડવું જોઈએ, ચોક્કસ સમયગાળા પછી સફાઈ માટે મેનપાવરની નિયુક્તિ કરવી જોઈએ, ઘન કચરા વ્યવસ્થાપન કચેરી નજીકનો રસ્તો તાત્કાલિક સાફ કરવો જોઈએ, પાણીની પાઈપો અથવા વિદ્યુત લાઈનોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. M.E. ઈન્ફ્રા અને એનસી એન્ટરપ્રાઈઝ પ્રદુષણ નિયંત્રણ અંગે મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ નિયમોનું કામ દરમિયાન ચુસ્તપણે પાલન કરવામાં ન આવતા એડિશનલ કમિશ્નરના આદેશ પર નિયમ ઉલ્લંઘન નોટીસ તથા ઉપરોક્ત બાબતોનું ધ્યાન ન રાખવા બદલ બે કરોડ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી

મુંબઈ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલા M.E. ઈન્ફ્રા અને એનસી એન્ટરપ્રાઈઝ બાંધકામ સાઈટ પર જો આગામી ત્રણ દિવસમાં જો જણાવેલ નિયમોનું પાલન નહીં થાય તો કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ પણ જારી કરવામાં આવી છે. એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન ન કરવા બદલ હાલ નોટીસ તેમજ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ અંગે સુચના આપવા છતાં જો નિયમોનુ ઉલ્લંધન થતુ જણાશે તો આવી બાંધકામ સાઈટો પર કાયદા હેઠળ કડક કાર્યવાહીના પણ આદેશો આપવામાં આવ્યા છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More