News Continuous Bureau | Mumbai
Vodafone-Idea Share: વર્ષ 2023ના છેલ્લા ટ્રેડિંગ દિવસોમાં ( trading ) વોડાફોન આઈડિયાના શેરમાં ( Shares ) જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જેમાં શુક્રવારે બપોરે શેર પર 20 ટકાની અપર સર્કિટ લાગી ગઇ હતી.
એક રિપોર્ટ અનુસાર વોડાફોન-આઇડિયા કંપનીના શેરમાં બલ્ક ડીલ ( Bulk deal ) થવાને કારણે શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. હવે શેર BSE પર 20 ટકાના વધારા સાથે રૂ. 15.90 પર પહોંચી ગયો છે, જે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. શુક્રવારે શેર રૂ. 13.45 પર ખૂલ્યો હતો અને ધીરે ધીરે શેરમાં ખરીદારી વધી હતી, ત્યારબાદ શેરમાં અપર સર્કિટ ( Upper Circuit ) જોવા મળ્યુ હતુ.
વોડાફોન-આઈડિયામાં શુક્રવાર સવારથી ઘણી મોટી ડીલ થઈ રહી હોવાથી, વોડાફોન-આઈડિયાના 16.05 કરોડ શેરમાં આજે મોટો ઊછાળો જોવા મળ્યો છે. આ મોટા વેપારની ડીલ વેલ્યુ 233 કરોડ રૂપિયા છે. એમ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતીમાં જણાયું હતું.
સ્ટોક એક્સચેન્જમાં ( stock exchange ) લિસ્ટેડ થયા બાદ વોડાફોન આઈડિયા માટે આ વર્ષ સ્ટોક માટે શ્રેષ્ઠ વર્ષ..
એક એહવાલ અનુસાર કંપનીની ફંડ એકત્ર કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. જોકે, કંપની હજુ પણ ઘણી બેંકો સાથે વાતચીત કરી રહી છે. આ સિવાય કંપની મેનેજમેન્ટ 5G રોલઆઉટ ( 5G rollout ) માટે વિક્રેતાઓ સાથે પણ વાત કરી રહ્યું છે. આ ઉપરાંત કંપની તેના પર થયેલ દેવું પણ ઘટાડી રહ્યું છે. આ અગે આ વર્ષે સપ્ટેમ્બરમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ ( DoT )ને રૂ. 1,701 કરોડની ચુકવણી પણ કરવામાં આવી હતી, જેણે રોકાણકારોમાં સેન્ટિમેન્ટમાં સુધારો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Dog Bites : મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, આ વર્ષે 4.35 લાખ લોકો પર કર્યો હુમલો, સૌથી વધુ મુંબઈમાં.. આંકડા છે ડરામણા..
પ્રા્પ્ત ડેટા મુજબ વોડાફોન-આઈડિયાના શેરમાં છેલ્લા એક મહિનામાં 24%, છેલ્લા છ મહિનામાં 113% અને વાર્ષિક ધોરણે 101%નો વધારો થયો છે. 2007માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયા બાદ વોડાફોન-આઈડિયાના શેર માટે વર્ષ 2023 શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે.
વોડાફોન આઇડિયાના શેરના ભાવમાં ( share price ) તાજેતરનો વધારો કંપનીના પ્રમોટરો દ્વારા ઇક્વિટી રોકાણની ચર્ચા વચ્ચે આવ્યો છે. ઑક્ટોબર 2023માં, વોડાફોન આઈડિયાના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે પ્રમોટરો દ્વારા રૂ. 2,000 કરોડની પ્રતિબદ્ધતાઓ ડિસેમ્બર ક્વાર્ટરમાં પૂર્ણ થવી જોઈએ. એમ પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું હતું.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)