News Continuous Bureau | Mumbai
Indonesia: ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ ( Muslim country ) છે, જ્યાં મુસ્લિમોની વસ્તી ( Muslim population ) 87 ટકા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં હિન્દુઓનું ( Hindus ) વર્ચસ્વ છે. સમગ્ર ઈન્ડોનેશિયામાં હિંદુ ધર્મની ઘણી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. હિંદુઓના નામે ટપાલ ટિકિટ ( postage stamp ) પણ જારી કરવામાં આવી છે. આ સિવાય વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન મેળવનાર બાલી એરપોર્ટનું નામ પણ હિંદુઓના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. આ જ કારણ છે કે બાલી એરપોર્ટ ( Bali Airport ) પર ઘણા હિંદુ દેવી-દેવતાઓની ( Hindu gods ) મૂર્તિઓ સ્થાપિત છે.
ઈન્ડોનેશિયાનું બાલી એરપોર્ટ ગસ્તી નાગુર રાય ઈન્ટરનેશનલ એરપોર્ટ ( Gasti Nagur Rai International Airport ) તરીકે પણ ઓળખાય છે. વાસ્તવમાં, ગસ્તી નાગુર રાય એક હિન્દુ હતા, એમનો જન્મ ઇન્ડોનેશિયામાં થયો હતો. દેશ પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેઓ સેનામાં જોડાયા હતા. તેમણે ઇન્ડોનેશિયાને ડચથી મુક્ત કરાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણએ કર્નલનું પદ પણ સંભાળ્યું હતું. દેશ પ્રત્યેની તેમની વફાદારી જોઈને ઈન્ડોનેશિયાની સરકારે તેમને સૌથી બહાદુર ફાઇટર તરીકે સન્માન આપ્યું હતું.
10મીથી 11મી સદીના મધ્ય સુધી ઈન્ડોનેશિયામાં હિન્દુઓની વસ્તી વધુ હતી…
તેથી ગસ્તી નાગુર રાયની મૂર્તિઓ દેશભરમાં વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવી છે. તેમના નામ પર એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી અને બાલી એરપોર્ટનું નામ પણ તેમના નામ પર જ રાખવામાં આવ્યું હતું. એરપોર્ટનું નામ માત્ર એક હિંદુના નામ પર રાખવામાં આવ્યું ન હતું, પરંતુ ત્યાં ઘણા હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી. એરપોર્ટ પરિસરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા છે.. આ પ્રતિમા ભારત અને વિદેશથી આવતા પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે.
આ સમાચાર પણ વાંચો : LPG Cylinder Price : ઓઈલ કંપનીઓએ નવા વર્ષની આપી ભેટ, પહેલા દિવસે આટલો સસ્તો થયો સિલિન્ડર.. જાણો નવા ભાવ
વધુમાં, એરપોર્ટ પર ભગવાન વિષ્ણુના વાહન ગરુણની પ્રતિમા છે, જેને સ્થાનિક ઇન્ડોનેશિયન શૈલીની મદદથી પ્રભાવશાળી બનાવવામાં આવી છે. પરિસરમાં ગરુણ ઉપરાંત ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત છે. આ સિવાય અહીં સુબાહુની પ્રતિમા પણ છે, જે લંકાના નેતા રાવણના ભત્રીજા અને મારીચના ભાઈ હતા. તે એક રાક્ષસ હતો જેને ભગવાન રામે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરતી વખતે મારી નાખ્યો હતો.
ઇન્ડોનેશિયામાં ભગવાન વિષ્ણુ ખૂબ જ પૂજનીય છે. ત્યાં તેમના ઘણા મંદિરો પણ છે. તમને જણાવી દઈએ કે 10મીથી 11મી સદીના મધ્ય સુધી ઈન્ડોનેશિયામાં હિન્દુઓની વસ્તી વધુ હતી. અહીંના રાજાઓ પણ હિંદુઓ હતા, પરંતુ ધર્મ પરિવર્તન પછી દેશ પહેલા બૌદ્ધો અને પછી મુસ્લિમોની વસ્તી ધરાવતો બન્યો છે. આમ હોવા છતાં, ઇન્ડોનેશિયામાં હિન્દુ સંસ્કૃતિ અને મંદિરો હજુ પણ જોવા મળે છે.