News Continuous Bureau | Mumbai
Kurla fire : સપનાના શહેર મુંબઈ ( Mumbai ) માં અવાર નવાર આગ ( Fire ) ની ઘટનાઓ સામે આવતી રહે છે. દરમિયાન હવે ફરી એક વાર કુર્લા ( Kurla ) વિસ્તારમાં આજે આગની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વેરહાઉસમાં આગ ભભૂકી ઉઠી છે.
અનેક એકમોમાં ભીષણ આગ
પ્રાપ્ત જાણકારી મુજબ જે વેરહાઉસમાં આગ લાગી તે મુંબઈના કુર્લા વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર ગાર્ડન વિસ્તારમાં અનેક એકમો ( Multiple Units ) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય નાગરિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા
જુઓ વિડીયો
#WATCH | A level 1 fire broke out at a godown in Kurla Garden, Lal Bahadur Shastri Marg. No injuries reported: Brihanmumbai Municipal Corporation (BMC) pic.twitter.com/9v5bQpkgmN
— ANI (@ANI) January 1, 2024
સાથે જ મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક સંસાધનો એકત્રિત કર્યા હતા. અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા પછી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ આગ લેવલ 1 ની છે. સદનસીબે, BMCએ જણાવ્યું કે આગમાં કોઈને ઈજા થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : Mumbai local train : આમ જનતા તો ઠીક.. પણ હવે આ ઉદ્યોગપતિ પણ મુંબઈની ટ્રાફિકથી થયા પરેશાન, અપનાવ્યો આ રસ્તો.. જુઓ વિડીયો