Rahul Gandhi: રાહુલ ગાંધીએ માતા સોનિયા સાથે બગીચામાંથી તોડી નારંગી, આ રીતે બનાવ્યું ઓરેન્જ જામ, જુઓ વીડિયો

Rahul Gandhi Rahul Gandhi and Sonia Gandhi make orange marmalade at home

News Continuous Bureau | Mumbai 

Rahul Gandhi: આજથી વર્ષ 2024 શરૂ થઈ ગયું  છે.  રાહુલ ગાંધી ( Rahul Gandhi ) ની યુટ્યુબ ચેનલ પર વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2023ના રોજ એક વીડિયો ( Video ) અપલોડ કરવામાં આવ્યો હતો.  જેમાં રાહુલ ગાંધી તેમની માતા અને બહેન પ્રિયંકા ગાંધી ( Priyanka Gandhi ) સાથે જામ બનાવતા જોવા મળી રહ્યા છે.

સાથે જ આ વીડિયોમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી ( Sonia Gandhi ) સાથે ઓરેન્જ જામ બનાવવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ખાસ ઓરેન્જ જામ ( Orange Jam ) બનાવવા માટે તેમણે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની રેસીપી ( recipe ) નો ઉપયોગ કર્યો! એક વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ઓરેન્જ જામ મારી માતાનો ફેવરિટ જામ છે અને પ્રિયંકાએ સમય સાથે રેસીપીમાં માસ્ટરી મેળવી છે. હવે મારો વારો છે આ ખુશીની બરણીઓ ભરવાનો…

જુઓ વિડીયો 

વીડિયોમાં રાહુલ ગાંધીએ સંતરા તોડવા, તેને છોલીને તેમાંથી જામ બનાવવાની રેસિપી વિશે વિગતવાર જણાવ્યું છે. વીડિયોમાં ગાંધીજી કહેતા સંભળાય છે. આ મારી બહેન પ્રિયંકાની રેસિપી છે. પ્રિયંકાએ જ આ રેસીપી શોધી અને તેને અનુસરી. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai Trans Harbour Link : મુંબઈથી નવી મુંબઈ હવે ફક્ત ૨૦ મિનિટમાં જ જઈ શકાશે, PM મોદી આ તારીખે કરશે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન..

ભાજપ ( BJP ) ની મજાક ઉડાવી

આ વીડિયોમાં માતા-પુત્રની જોડી ઓરેન્જ જામ બનાવતી વખતે હસી-મજાક કરતી જોવા મળે છે. રાહુલ ગાંધીએ ગેસ પર નારંગી હલાવતા કહ્યું કે, જો બીજેપીના લોકો ઈચ્છે તો તેઓ આ જામ મેળવી શકે છે ત્યારે સોનિયા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ તેને આપણા પર જ ફેંકશે. વિડિયોમાં આગળ, જ્યારે રાહુલ ગાંધી ઓરેન્જ ઉકળવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સોનિયા ગાંધીએ કહ્યું કે રાહુલની જીદ તેમને ખૂબ જ પરેશાન કરે છે કારણ કે તે ખૂબ જ જીદ્દી છે.

ભારતીય ખાનપાન સાથે આ રીતે તાલમેલ જાળવ્યો

વીડિયોમાં આગળ સોનિયા ગાંધીએ ભારતીય ખાનપાન સાથે કેવી રીતે તાલમેલ જાળવ્યો તે વિશે જણાવ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે તેમને ભારતીય સ્વાદ, ખાસ કરીને મરચાં અને કોથમીર સાથે એડજસ્ટ થવામાં સમય લાગ્યો. રાહુલ ગાંધીએ કહ્યું, તેમને પહેલા અથાણું ગમતું ન હતું, પરંતુ હવે તે પસંદ કરે છે.