News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Update: રાજ્યમાં ડિસેમ્બરના અંતમાં શમી ગયેલા ઠંડીના વાતાવરણનું ( cold weather ) ફરી ‘પુનરાગમન’ થયા બાદ, હવે નાશિકમાં લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું. જે બાદ શુક્રવારે નાશિક શહેરમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નાશિક ( Nashik ) શહેરમાં તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી ગગડતાં હાલ નાશિકવાસીઓ હાશકારો અનુભવી રહ્યા હતા. ભેજનું પ્રમાણ 98 ટકા પર પહોંચતાં નાશિકમાં સવારના 10 વાગ્યા સુધી ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી.
એક રિપોર્ટ મુજબ, કમોસમી વરસાદને ( Unseasonal rain ) કારણે ડિસેમ્બરની શરૂઆતમાં નાશિકવાસીઓને ભેજ અને ગરમી સહન કરવી પડી હતી. જોકે, આખરે તાપમાનમાં ફરી ઘટાડો થયો હતો. પરંતુ, જાન્યુઆરીના પ્રારંભમાં વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન 15 થી 16 ડિગ્રીની વચ્ચે રહેતાં થોડી ગરમી અને થોડી ઠંડીનો અનુભવ થતો હતો.
નાશિકમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું…
એક અહેવાલ મુજબ, હવે ઉત્તર ભારતમાં, પશ્ચિમી મોરચાને કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. તે મુજબ શુક્રવારે (5) નાશિકમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેમાં મહાબળેશ્વર 15.3, નાગપુર 15.5, માલેગાંવ 16.5 અને મુંબઈમાં 19.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન, રાજ્ય ડિસેમ્બરમાં ચક્રવાત આવ્યા બાદ, રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં અત્યાર સુધી વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું.
એક રિપોર્ટ મુજબ, ગત વર્ષે કમોસમી વરસાદે શિયાળાની ( Winter ) સફરમાં વિલંબ કર્યો હોવા છતાં, હવામાન વિભાગે ( IMD ) જણાવ્યું હતું કે આગામી તબક્કામાં કડકડતી ઠંડી વધુ પડવાની શક્યતા છે. નાશિક શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડી વધી રહી છે.. ભારતીય વેધશાળાએ ( Indian Observatory ) આગાહી કરી છે કે આગામી બે દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે.
શુક્રવારે નોંધાયેલ તાપમાન આ પ્રમાણે છે.
મહાબળેશ્વર – 15.3
નાગપુર – 15.5
માલેગાંવ – 16.5
મુંબઈ – 19.5