Dawood Ibrahim : દાઉદ ઇબ્રાહિમની પ્રૉપર્ટીની થઇ હરાજી!15 હજારવાળી સંપત્તિ અધધ 2 કરોડમાં વેચાઈ, હવે અહીં બનશે સનાતની સ્કૂલ, જાણો કોણે ખરીદી..

Dawood Ibrahim : દાઉદ ઇબ્રાહિમના 4 પ્લોટની 5 જાન્યુઆરીએ હરાજી થઈ હતી. જેમાંથી બેને કોઈ ખરીદદાર મળ્યો ન હતો. તેના 1730 ચોરસ મીટરના કૃષિ પ્લોટની 3 લાખ 28 હજાર રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. તેની અનામત કિંમત 1 લાખ 56 હજાર 270 રૂપિયા હતી. તે જ સમયે, 170.98 ચોરસ મીટરનો પ્લોટ 2 કરોડ 1 લાખ રૂપિયામાં વેચાયો હતો. તેની અનામત કિંમત 15 હજાર 440 રૂપિયા હતી

by kalpana Verat
Dawood Ibrahim's Plot In Maharashtra Sold For Rs 2 Crore May Be Used To Build A Sanatan School

 News Continuous Bureau | Mumbai

Dawood Ibrahim : ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ચાર પ્રોપર્ટીની શુક્રવારે (5 જાન્યુઆરી) હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં દાઉદનો એક બંગલો 2 કરોડ રૂપિયામાં વેચાયો છે. ત્યારે અન્ય એક પ્રોપર્ટીની હરાજી  3 લાખમાં કરવામાં આવી હતી. બીજી તરફ, બે મિલકતો છે જેને પ્લોટ કહી શકાય. કોઈએ તેમના પર બોલી લગાવી નહોતી. આવી સ્થિતિમાં તેમની બે પ્રોપર્ટીની પછીથી હરાજી થાય તેવી સંભાવના છે. આ મિલકતો એવી છે જે સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર એક્ટ 1976 હેઠળ જપ્ત કરવામાં આવી હતી.

 15 હજાર કિંમત વાળી પ્રોપર્ટી અધધ 2 કરોડમાં વેચાઈ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની એક પ્રોપર્ટી જેની અનામત કિંમત માત્ર 15,000 રૂપિયા હતી. તે લગભગ 170.98 ચોરસ મીટર હતી. જેને એક વકીલએ લગભગ 2 કરોડ 1 લાખ રૂપિયામાં ખરીદી  હતી. તેણે દાઉદની ત્રણ પ્રોપર્ટી ખરીદી છે.

પ્લોટ વકીલ માટે શુભ છે

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ દાઉદની પ્રોપર્ટી 2 કરોડ રૂપિયામાં ખરીદનાર  વકીલ એ કહ્યું કે તેણે આ પ્લોટ માટે આટલી મોટી રકમ ચૂકવી છે. કારણ કે તેઓ અંકશાસ્ત્રમાં માને છે અને તેમની રાશિ પ્રમાણે પ્લોટની સંખ્યા શુભ છે.

અહીં સનાતન વિદ્યાલય ખોલશે

વકીલે કહ્યું કે હું સનાતની હિન્દુ છું. હું આ પ્લોટ પર સનાતન વિદ્યાલય ખોલીશ. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર એક્ટ 1976 હેઠળ શુક્રવારે દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Ambati Rayudu: માત્ર 9 દિવસમાં જ આ ભારતીય ક્રિકેટરનો રાજનીતિથી થયો મોહભંગ, રાજકારણ છોડવાનો કર્યો નિર્ણય

ડોનનું બાળપણ અહીં વીત્યું હતું

દાઉદ ઈબ્રાહિમની આ મિલકતોની મુંબઈની ઈન્કમટેક્સ ઓફિસમાં હરાજી કરવામાં આવી હતી. દાઉદ ઈબ્રાહિમ 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટનો પણ મુખ્ય આરોપી છે. જે મિલકતોની હરાજી કરવામાં આવી છે. તેમાં દાઉદનું બાળપણનું ઘર પણ સામેલ છે. તેની એક વકીલે ખરીદી છે.

 

 

Join Our WhatsApp Community

You may also like