News Continuous Bureau | Mumbai
Surat: દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની ( Viksit bharat ) પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) માર્ગદર્શન હેઠળ સુરતમાં ( Surat ) વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જે અંતર્ગત સુરત જિલ્લામાં ગામે ગામ સંકલ્પ રથોએ પરિભ્રમણ કરીને છેવાડાના લાભાર્થીઓને લાભાન્વિત કર્યા હતા. ગ્રામીણ વિસ્તારોને વિકાસની દિશામાં અગ્રેસર બનાવી વિકસિત ગામથી વિકસિત ભારતનું સપનું સાકાર થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય છે.
સમગ્ર સુરત જિલ્લામાં તા.૧૫મી નવેમ્બર-૨૦૨૩ થી આરંભાયેલી યાત્રાનું ( Viksit Bharat Sankalp Yatra ) તાઃ૫મી જાન્યુઆરીના રોજ ભવ્ય સમાપન થયું હતું. લગાતાર ૫૨ દિવસ સુધી જિલ્લાની નવ તાલુકાઓની ૫૬૬ ગ્રામ પંચાયતોમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની ( State Government ) વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી-માર્ગદર્શનની સાથે સંબંધિત યોજનાના સાચા લાભાર્થીઓને ( beneficiaries ) શોધીને તેને સરકારની યોજનાના લાભો સ્થળ ઉપર જ અપાયા હતા. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના સીધા માર્ગદર્શન ચાલેલી વિકાસ યાત્રામાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો તથા વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓએ ખભે ખભા મિલાવીને આ મહા અભિયાનને સફળ બનાવ્યું હતું.
આ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ ( Health Department ) દ્વારા ૭૯,૩૦૩ વ્યક્તિઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે, તેની સાથે જ ૫૮૮૬૫ ટી.બી. રોગ તથા ૨૩,૬૪૮ સિકલસેલ એનિમીયા રોગની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આ સમય દરમિયાન ગામે ગામ લાભાર્થીઓના નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રાના રથનું ગામે ગામ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ યોજાતા કાર્યક્રમોના માધ્યમથી જે લાભાર્થીઓએ અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો મળ્યા છે, તેવા ૩૧૫૪ લાભાર્થીઓએ તેમને સરકારી સહાય દ્વારા થયેલ લાભ અંગે “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Ticket checking: અમદાવાદ મંડળનું ડિસેમ્બર 2023 સુધી ટિકિટ ચેકિંગ અભિયાનથી મળી 20.97 કરોડ રૂ.ની રકમ
યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂતોને ખેતીમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ કેવી રીતે કરી શકાય તે અંગેનું ૫૬૬ ગામોમાં ડ્રોન નિદર્શન કરાયું હતું. જિલ્લામાં ૫૨૧ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ અન્ય ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે તમામ ગામોમાં ધરતી કરે પુકાર નાટકની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ૫૩ ગામોને સ્વચ્છતા બદલ અભિનંદનપત્રો પાઠવ્યા હતા. જયારે પી.એમ. ઉજ્જવલા યોજના હેઠળ ૪૦૪૭ નાગરિકોએ ગેસ કનેક્શન મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સુરક્ષા વિમા યોજનાનો ૬૬૫૦ ખેડૂતો તથા ૩૫૯૫ જેટલા ગ્રામજનોએ જીવન જયોત વીમા યોજનાનો લાભ મેળવ્યો હતો. જિલ્લાના ૫૫૯ ગામોના જમીન રેકર્ડનું ૧૦૦ ટકા ડિઝીટલાઇઝેશન કરાયું છે.
આમ, સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો ગામે ગામ ફરીને ૫૨ દિવસ સુધી ફરીને સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને ગ્રામ પંચાયત ખાતે ઘરઆંગણે જ આપવામાં આવ્યા હતા. યાત્રામાં ૨,૬૮,૬૫૩ ગ્રામજનોએ સંકલ્પ પત્રનુ વાંચન કરીને ભારત દેશને ૨૦૪૭માં વિકસિત ભારત બનાવવા માટે સંકલ્પ લીધો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.