Gujarati Sahitya: જાતરા કયાં અઘરી છે જીવણ ? થકવી નાખે થેલો…

Gujarati Sahitya: કવિતાની બે-ચાર પંક્તિના ઘરમાં કુબેરખજાનો દટાઈને પડ્યો હોય છે, એ હાથવગો થાય ત્યારે ભીતરમાં ભળભાંખળું થતું લાગે. કુલદીપ કારિયાના ખમીર અને ખુમારીને સલામ કરીએઃ

by Hiral Meria
Gujarati SahityaJatara kayam aghari che jivaṇ Thakavī nakhe thelo by ashwin mehta

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: કવિતાની બે-ચાર પંક્તિના ઘરમાં કુબેરખજાનો દટાઈને પડ્યો હોય છે, એ હાથવગો થાય ત્યારે ભીતરમાં ભળભાંખળું થતું લાગે. કુલદીપ કારિયાના ( Kuldeep Kariya ) ખમીર અને ખુમારીને સલામ કરીએઃ 

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે અડીખમ, વરસાદ, ટાઢ, તડકો-સઘળું પસાર થાશે 

પંખીની જેમ હું પણ બેસીશ એની માથે, સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે.

શૂન્ય પાલનપુરી ( shunya palanpuri ) તો ખુમારી અને ખુદમસ્તીમાં મહાલનારા શાયર હતા, તો જ આવું લખી શકેઃ

એટલે તો કાળ સામે છું અડીખમ આજ પણ,

 બાજીઓ હારી હશે, હિંમત હજુ હારી નથી.

જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે એવું જલન માતરી સાહેબ લખી ગયા, પણ ખલીલ ધનતેજવી સાહેબની ( Dhantejvi Saheb ) હિંમત તો જુઓઃ

 ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો, આ બધાં ને એ જ વાંધો છે કે હું જીવી ગયો………!

ક્યારેક કવિનું વિશદ દર્શન અને વેધક વિશ્લેષણ, એના આતમપંખીનું ઉડ્ડયન તેની કલમને નવી ધાર આપે છેઃ દલપત પઢિયારની તળપદી કેફિયત આપણી અંદર સમજણની સ્થિર જ્યોતિ પેટાવે છેઃ

 મેલો, દલપત, ડા’પણ મેલો!

છેક સુધીનું અંધારું છે, મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો!

 ભણ્યાગણ્યા બહુ દરિયા ડોળ્યા, ગિનાન ગાંજો પીધો, 

છૂટવા નહીં સામાન ઉપરથી છાંયો બાંધી લીધો.

 જાતરા ક્યાં અઘરી છે જીવણ? થકવી નાખે થેલો!

આ પણ વાંચો : Gujarati Sahitya: અહીં દુર્જનના પાપે સજજ ન મરે છે…!

કવિ હોવું એટલે શું? બેફામ સાહેબે લખ્યું

કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે. બધાના દર્દ મારાં છે, ને મારું દિલ બધાનું છે

જગા એમાં મને મળતી નથી એમાં નવાઈ શી? મારા હૃદય કરતાં જગત આ બહુ જ નાનું છે..

. મળી છે લોકની કાંધે સવારી એટલે બેફામ, ખુદાના ઘરનું તેડું છે, ખુદને ત્યાં જવાનું છે..

 ગુરુદેવ ટાગોરે ( Gurudev Tagore ) ગાયું હતું કે હું કવિ છું એટલે આકાશમાં લાખો જોજન દૂર ટમટમતાં તારલાઓ પણ મને ઓળખે છે, ઓડેન નામના કવિએ પણ લખ્યું:

I sing myself, I celebrate myself 

છેલ્લે, અસીમ રાંદેરીની આ ચોટદાર રજૂઆત આગળ અટકુંઃ 

પ્રણયની પારખુ દૃષ્ટિ અગર તમને મળી હોતે, તમે મારી છબી ભીંતે નહીં, દિલમાં જડી હોતે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More