News Continuous Bureau | Mumbai
Animal: ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. આ ફિલ્મ માં રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનયે લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે. આ દરમિયાન, ફિલ્મના નિર્માતાઓએ દર્શકો માટે ખૂબ જ ખાસ ઓફર લઈને આવ્યા છે.. જે લોકોએ અત્યાર સુધી ફિલ્મ જોઈ નથી તેમને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ફિલ્મની ટિકિટના દરમાં ઘટાડો કર્યો છે.
એનિમલ ના મેકર્સ ની ખાસ ઓફર
એનિમલ ના મેકર્સે આ જાહેરાત ફિલ્મના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી છે. જે મુજબ હવે એનિમલ ની ટિકિટ જે મોંઘા દરે મળતી હતી તે માત્ર 100 રૂપિયામાં મળી શકશે. આ વિશે માહિતી આપતા X (ટ્વીટર)પર શેર કરેલી પોસ્ટમાં એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના દ્વારા દર્શકો ઓછી કિંમતે ફિલ્મની ટિકિટ બુક કરાવી શકે છે.
Watch your favourite blockbuster, now just at Rs. 100🔥
Book your tickets 🎟️- https://t.co/kAvgndK34I#Animal #AnimalInCinemasNow #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/o35AXTkOsv
— Animal The Film (@AnimalTheFilm) January 8, 2024
તાજેતરમાં જ ફિલ્મ ના મેકર્સે એનિમલ ની સક્સેસ પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્રિટી એ હાજરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Animal success party: રણવિજય ના રૂપ માં જોવા મળ્યો રણબીર કપૂર,એનિમલ ની સક્સેસ પાર્ટી માં અભિનેતા એ કર્યું રશ્મિકા સાથે આવું વર્તન, વિડીયો થયો વાયરલ